Navsari: બાપ્પાની શોભાયાત્રાએ જમાવ્યું આકર્ષણ, કણભાઈના રાજાની શોભાયાત્રા JCBમાં નીકળી

નવસારી જિલ્લામાં JCBમાં ગણપતિ બાપાની શોભાયાત્રા નીકાળવામાં આવી. રિદ્ધિ સિદ્ધિ નવ યુવક મંડળ કણભાઈ દ્વારા ગણપતિ બાપાની શોભાયાત્રા અનોખી રીતે નીકાળવામાં આવી. કણભાઈના રાજાની શોભાયાત્રા JCBમાં તૈયાર કરવામાં આવી. JCB પર ગણપતિ બાપાની નિકળેલી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. નવસારી જિલ્લામાં ગણેશ વિસર્જનને લઈને વહીવટી તંત્ર સાથે પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નવસારી શહેરમાં આવેલા વેરાવળ ઓવારા ઉપર કૃત્રિમ તળાવ પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે સાથે જ નદીમાં પણ વિસર્જનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નવસારીના વેરાવળ ઉપર નાની મોટી મળીને કુલ 5 હજાર જેટલી પ્રતિમાઓ દર વર્ષે વિસર્જિત કરવામાં આવે છે. જેમાં આ વર્ષે વધારો નોંધવામાં આવ્યો છે. ડ્રોન દ્વારા પોલીસની બાજ નજર રહેશે જિલ્લા વહીવટી તંત્રના પ્રાંત અધિકારી સહિત પોલીસવાળા અને ડીવાયએસપી સહિત ગણેશ મંડળના પ્રમુખ વેરાવળ ઓવારા ખાતે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. જેમાં તેમણે વિસર્જન કઈ રીતે થશે અને કઈ રીતે મંડળો ઉપર પ્રવેશ કરશે તેની તમામ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું મોટી મૂર્તિ માટે ક્રેઈનની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ અકસ્માતની ઘટના કે કાયદાને વ્યવસ્થાની સ્થિતિ નિરંતર રહે તે માટે 3 DYSP, 18 PI, 40 PSI, 1000 પોલીસ સહિત હોમગાર્ડ જવાન ફરજ બજાવશે. સાથે જ પોલીસ ડ્રોન દ્વારા સર્વે પણ કરશે અને ફૂડ પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ પણ કરવામાં આવી રહ્યું છે મોટી મોટી માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

Navsari: બાપ્પાની શોભાયાત્રાએ જમાવ્યું આકર્ષણ, કણભાઈના રાજાની શોભાયાત્રા JCBમાં નીકળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવસારી જિલ્લામાં JCBમાં ગણપતિ બાપાની શોભાયાત્રા નીકાળવામાં આવી. રિદ્ધિ સિદ્ધિ નવ યુવક મંડળ કણભાઈ દ્વારા ગણપતિ બાપાની શોભાયાત્રા અનોખી રીતે નીકાળવામાં આવી. કણભાઈના રાજાની શોભાયાત્રા JCBમાં તૈયાર કરવામાં આવી. JCB પર ગણપતિ બાપાની નિકળેલી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી.

નવસારી જિલ્લામાં ગણેશ વિસર્જનને લઈને વહીવટી તંત્ર સાથે પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નવસારી શહેરમાં આવેલા વેરાવળ ઓવારા ઉપર કૃત્રિમ તળાવ પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે સાથે જ નદીમાં પણ વિસર્જનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નવસારીના વેરાવળ ઉપર નાની મોટી મળીને કુલ 5 હજાર જેટલી પ્રતિમાઓ દર વર્ષે વિસર્જિત કરવામાં આવે છે. જેમાં આ વર્ષે વધારો નોંધવામાં આવ્યો છે.

ડ્રોન દ્વારા પોલીસની બાજ નજર રહેશે

જિલ્લા વહીવટી તંત્રના પ્રાંત અધિકારી સહિત પોલીસવાળા અને ડીવાયએસપી સહિત ગણેશ મંડળના પ્રમુખ વેરાવળ ઓવારા ખાતે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. જેમાં તેમણે વિસર્જન કઈ રીતે થશે અને કઈ રીતે મંડળો ઉપર પ્રવેશ કરશે તેની તમામ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું મોટી મૂર્તિ માટે ક્રેઈનની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ અકસ્માતની ઘટના કે કાયદાને વ્યવસ્થાની સ્થિતિ નિરંતર રહે તે માટે 3 DYSP, 18 PI, 40 PSI, 1000 પોલીસ સહિત હોમગાર્ડ જવાન ફરજ બજાવશે. સાથે જ પોલીસ ડ્રોન દ્વારા સર્વે પણ કરશે અને ફૂડ પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ પણ કરવામાં આવી રહ્યું છે મોટી મોટી માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.