Navsariમાં ધારાસભ્ય આર.સી.પટેલ પર પાટીલનો કટાક્ષ, વાઘને કોણ કહે તારુ મોઢું ગંધાય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવસારીમાં જાહેર મંચ પરથી સી.આર.પાટીલે ધારાસભ્ય આર.સી.પટેલ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું કે,વાઘને કોણ કહે તારુ મોઢુ ગંધાય,આ શબ્દો સાંભળીને તમામ લોકો ખડખડાટ હસી પડયા હતી.પાટીલે રોડની કામગીરીને લઈ આ કટાક્ષ કર્યો હોવાની વાત સામે આવી છે,તો બીજી તરફ આર.સી.પટેલે જવાબમાં કહ્યું તમામ રોડ બનેલા છે અને જલાલપોરમાં તમામ રોડ અમે બનાવ્યા છે.
મુખ્યમંત્રીની હાજરીમાં કર્યો કટાક્ષ
નવસારીમાં સી.આર અને આર.સી.પટેલના ફરિયાદના સુરમાં હળવો સંવાદ સ્ટેજ પર યોજાયો હતો જેમાં મુખ્યમંત્રીની હાજરીમાં કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલ અને જલાલપોર ધારાસભ્ય આર.સી પટેલ વચ્ચે જાણો શાબ્દિક યુદ્ધ ચાલતું હોય તેમ લાગી રહ્યું હતુ,જાહેર કાર્યક્રમમાં આર.સી પટેલે કહ્યું. અહી ઉભેલા લોકો માંથી કોઈપણ કહે કે મે કામ નથી કર્યું તો હું રાજકારણ છોડી દઈશ તો સામે સી.આર પાટીલે પણ આર.સી ને ટકોર કરતા કહ્યું,વાઘ ને કોણ કહે તારું મોઢું ગંધાય છે.પાટીલે,આર સી પટેલને સાતમી ટર્મ માટે પણ ટિકિટ આપવી પડે તેવું કહ્યું સાથે જ કહ્યું બહુ ઓછાં બૂમ પાડે બાકી ના ચૂપ છે.
પાટીલના શબ્દો ચર્ચાનો વિષય બન્યો
આ રમુજી કટાક્ષબાજીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં હાસ્યનું મોજું ફેલાવ્યું હતું. જોકે, રાજકીય વર્તુળોમાં આ પ્રકારની કટાક્ષબાજી દ્વારા નેતાઓ એકબીજા પ્રત્યેના મતભેદો વ્યક્ત કરતા હોવાનું મનાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમે રાજકીય ચર્ચાનો વિષય બની રહ્યો છે.નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામની રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં રાજકીય નેતાઓ વચ્ચે રમુજી કટાક્ષબાજી જામી હતી.
What's Your Reaction?






