Navratri 2024: અમદાવાદમાં ગરબાના એક પણ મોટા આયોજનને પોલીસ દ્વારા મંજૂરી નહીં

આવતીકાલ 3 ઓક્ટોબરથી નવરાત્રિ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે, તે પહેલા ગરબા રસિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં અત્યાર સુધી ગરબાના એક પણ મોટા આયોજનને મંજૂરી આપવામાં આવી નથી.પોલીસ પાસે અત્યાર સુધી 82 જેટલા ગરબા આયોજકોની અરજીઓ આવી પોલીસ તરફથી એક પણ ગરબા આયોજકને અત્યાર સુધી મંજૂરી આપવામાં આવી નથી. પોલીસ પાસે અત્યાર સુધી 82 જેટલા ગરબા આયોજકોની અરજીઓ આવી છે પણ એક પણ અરજીમાં ફાયર NOC ન હોવાથી પોલીસ તરફથી મંજૂરી આપવામાં આવી નથી. ત્યારે જો આવતીકાલ સુધીમાં જે પણ આયોજકો ફાયર NOC જમા કરાવશે તેને ગરબાનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવશે. એક પણ આયોજક પાસે ફાયર વિભાગની NOC નહીં ઉલ્લેખનીય છે કે આ વર્ષે સરકારે મોડી રાત સુધી રાજ્યમાં ગરબા ચાલુ રાખવા માટે મંજૂરી આપી દીધી છે પણ તેને લઈને કેટલાક નિયમો પણ આયોજકો માટે બનાવ્યા છે અને તે નિયમો મુજબ જ મોડી રાત સુધી તમામ પાર્ટી પ્લોટો અને અન્ય સ્થળો પર ગરબા ચાલુ રાખી શકાશે. ત્યારે આ પહેલા જ અમદાવાદ શહેરમાં આયોજકો દ્વારા ગરબાના આયોજન માટે પરમિશન માટે અરજીઓ તો કરી દીધી છે પણ શહેરમાં એક પણ આયોજક પાસે ફાયર વિભાગ તરફથી મળતી NOC નથી. ત્યારે તેને લઈને અત્યાર સુધી અમદાવાદ પોલીસ દ્વારા એક પણ આયોજકને ગરબાનું આયોજન કરવા માટે પરમિશન આપવામાં આવી નથી. જો આવતીકાલ સુધીમાં ફાયર એનઓસી જમા કરાવવામાં નહીં આવે તો ગરબાની મંજૂરી પોલીસ વિભાગ તરફથી આપવામાં આવશે નહીં. ખૈલેયાઓએ નવરાત્રિ માટે કરી ધૂમ ખરીદી બીજી તરફ ગરબા રસીકો તમામ પ્રકારની તૈયારીઓ કરીને ગરબે રમવા માટે થનગની રહ્યા છે. અત્યાર સુધીમાં લાખો રૂપિયાની ખરીદી, અવનવી સ્ટાઈલના ગરબા અને ચણિયાચોળી, કેડીયુ અને દાંડીયાની ખરીદી લોકોએ કરી લીધી છે. શહેરના તમામ માર્કેટો છેલ્લા કેટલાક દિવસથી ગરબા રસીકોથી ઉભરાયેલા હતા. 

Navratri 2024: અમદાવાદમાં ગરબાના એક પણ મોટા આયોજનને પોલીસ દ્વારા મંજૂરી નહીં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આવતીકાલ 3 ઓક્ટોબરથી નવરાત્રિ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે, તે પહેલા ગરબા રસિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં અત્યાર સુધી ગરબાના એક પણ મોટા આયોજનને મંજૂરી આપવામાં આવી નથી.

પોલીસ પાસે અત્યાર સુધી 82 જેટલા ગરબા આયોજકોની અરજીઓ આવી

પોલીસ તરફથી એક પણ ગરબા આયોજકને અત્યાર સુધી મંજૂરી આપવામાં આવી નથી. પોલીસ પાસે અત્યાર સુધી 82 જેટલા ગરબા આયોજકોની અરજીઓ આવી છે પણ એક પણ અરજીમાં ફાયર NOC ન હોવાથી પોલીસ તરફથી મંજૂરી આપવામાં આવી નથી. ત્યારે જો આવતીકાલ સુધીમાં જે પણ આયોજકો ફાયર NOC જમા કરાવશે તેને ગરબાનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવશે.

એક પણ આયોજક પાસે ફાયર વિભાગની NOC નહીં

ઉલ્લેખનીય છે કે આ વર્ષે સરકારે મોડી રાત સુધી રાજ્યમાં ગરબા ચાલુ રાખવા માટે મંજૂરી આપી દીધી છે પણ તેને લઈને કેટલાક નિયમો પણ આયોજકો માટે બનાવ્યા છે અને તે નિયમો મુજબ જ મોડી રાત સુધી તમામ પાર્ટી પ્લોટો અને અન્ય સ્થળો પર ગરબા ચાલુ રાખી શકાશે. ત્યારે આ પહેલા જ અમદાવાદ શહેરમાં આયોજકો દ્વારા ગરબાના આયોજન માટે પરમિશન માટે અરજીઓ તો કરી દીધી છે પણ શહેરમાં એક પણ આયોજક પાસે ફાયર વિભાગ તરફથી મળતી NOC નથી.

ત્યારે તેને લઈને અત્યાર સુધી અમદાવાદ પોલીસ દ્વારા એક પણ આયોજકને ગરબાનું આયોજન કરવા માટે પરમિશન આપવામાં આવી નથી. જો આવતીકાલ સુધીમાં ફાયર એનઓસી જમા કરાવવામાં નહીં આવે તો ગરબાની મંજૂરી પોલીસ વિભાગ તરફથી આપવામાં આવશે નહીં.

ખૈલેયાઓએ નવરાત્રિ માટે કરી ધૂમ ખરીદી

બીજી તરફ ગરબા રસીકો તમામ પ્રકારની તૈયારીઓ કરીને ગરબે રમવા માટે થનગની રહ્યા છે. અત્યાર સુધીમાં લાખો રૂપિયાની ખરીદી, અવનવી સ્ટાઈલના ગરબા અને ચણિયાચોળી, કેડીયુ અને દાંડીયાની ખરીદી લોકોએ કરી લીધી છે. શહેરના તમામ માર્કેટો છેલ્લા કેટલાક દિવસથી ગરબા રસીકોથી ઉભરાયેલા હતા.