National Education Policyના અસરકારક અમલીકરણની ગુજરાતમાં થઈ શરૂઆત, 40 દિવસ સુધી શિક્ષકોને અપાશે તાલીમ

Aug 19, 2025 - 20:30
National Education Policyના અસરકારક અમલીકરણની ગુજરાતમાં થઈ શરૂઆત, 40 દિવસ સુધી શિક્ષકોને અપાશે તાલીમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નેશનલ એજ્યુકેશન પોલિસીના અસરકારક અમલીકરણ માટે પગલાં લેવાની શરૂઆત ગુજરાતમાં થઈ ચૂકી છે. વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તક, વર્ગ ખંડમાં ભણાવવાની પદ્ધતિમાં આમુલ પરિવર્તન થઈ રહ્યા છે, ત્યારે રાજ્યના ધોરણ 3થી 8ના તમામ શિક્ષકોને તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. 1 મહિનો અને 10 દિવસ સુધી આ તાલીમ ચાલશે.

ધોરણ 3થી 8ની વિષયવાર શિક્ષક આવૃત્તિઓ તૈયાર કરવામાં આવી

નેશનલ એજ્યુકેશન પોલીસી 2020 તેમજ નેશનલ કરિકુલમ ફ્રેમવર્ક 2023ને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો, વર્ગખંડમાં ભણાવવાની પદ્ધતિ તેમજ તેના મૂલ્યાંકનમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ ફેરફારની અસર વર્ગખંડ સુધી પહોંચે તે માટે જીસીઇઆરટી દ્વારા ધોરણ 3થી 8ની વિષયવાર શિક્ષક આવૃત્તિઓ તૈયાર કરવામાં આવી છે. રાજ્યના ધોરણ 3થી 8ના તમામ શિક્ષકોને ‘શિક્ષક આવૃત્તિના ઉપયોગ’ અંગે GCERT દ્વારા તાલીમ અપાઈ રહી છે. શિક્ષક આવૃત્તિઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે શિક્ષકોને માર્ગદર્શન અને નિદર્શન આપવા માટે શિક્ષક આવૃત્તિ આધારિત તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

કયા વિષય પર અપાઈ રહી છે તાલીમ

  • પ્રવચન આધારિત નહીં, પરંતુ શિક્ષકોને વર્ગખંડ પ્રક્રિયાનો વાસ્તવિક અનુભવ મળે તે હેતુસર પ્રાયોગિક, જૂથકાર્ય, ડેમોસ્ટ્રેશન જેવી વિવિધ પદ્ધતિ અને પ્રયુક્તિઓની સાથે NEP-2020માં ભલામણ કરાયેલી ઈનોવેટીવ શિક્ષણ પદ્ધતિઓનું પણ નિદર્શન કરવામાં આવી રહ્યું છે.
  • જીસીઇઆરટીની વેબસાઇટ અને દીક્ષા પોર્ટલ એમ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ જીસીઇઆરટી દ્વારા તૈયાર કરાયેલી શિક્ષક આવૃત્તિનો લાભ લઈ વ્યવહારુ શિક્ષણ

ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમમાં આયોજન કરાયું

શિક્ષકો વિદ્યાર્થી-કેન્દ્રિત અભિગમ અપનાવી બાળકની જરૂરિયાતો અને ક્ષમતાઓનું સંકલન કરી શિક્ષણકાર્ય હાથ ધરતા થાય તે માટે બેથી ત્રણ દિવસની તાલીમનું બ્લેન્ડેડ મોડ એટલે કે ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમમાં આયોજન કરાયું છે. આ તાલીમ તાલુકા મથકે યોજાઇ રહી છે. જેમાં જીસીઇઆરટી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા તૈયાર કરાયેલા માસ્ટર ટ્રેનર્સ દ્વારા શિક્ષકોને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યાં છે. બાળકોમાં 21મી સદીના કૌશલ્યો અને ક્ષમતા વિકસાવવા માટે શિક્ષકો અસરકારક અધ્યયન-અધ્યાપનનું કાર્ય કરે તે હેતુથી GCERT દ્વારા વિષયવાર આવૃત્તિઓ તૈયાર કરાઈ છે. આ તાલીમના ઉદ્દઘાટન સત્રમાં વર્ગખંડની પ્રક્રિયામાં બદલાવ લાવવા કટિબદ્ધ બનવા સૂચન કર્યું હતુ. તેમજ શિક્ષકોને જીસીઈઆરટી દ્વારા તૈયાર કરેલી શિક્ષક આવૃત્તિનો મહત્તમ ઉપયોગ કરી વર્ગખંડ પ્રક્રિયાને વધુ ગુણવત્તાલક્ષી બનાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0