Narmada:9000થી વધુ લોકો માટે ડોમમાં રહેણાંક સુવિધા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તા. 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ઉજવાતી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈ એકતાનગર તૈયાર છે. દેશભરના આમંત્રિતો, અધિકારીઓ, કર્મચારીઓ અને જનતાને સુવિધા મળી રહે તે માટે વિશાળ તાત્કાલિક વસવાટની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા કુલ 11 ડોમ ઊભા કરવામાં આવ્યા છે, જેમાંથી 7 ડોમ અન્ય રાજ્ય અને જિલ્લાઓથી આવતા નાગરિકો માટે, 2 ડોમ બંદોબસ્ત માટે ફરજ બજાવનાર પોલીસ જવાનો માટે તથા 2 ડોમ ભોજન માટે બનાવવામાં આવ્યા છે. આ ડોમોમાં કુલ 9014 લોકોની અને 1400 પોલીસકર્મીઓ માટે સુવિધા ઉપલબ્ધ છે.પ્રત્યેક ડોમમાં આરામદાયક પથારી, ચાર્જિંગ પોઇન્ટ, બેગ રાખવા માટે સ્ટેન્ડ, સ્વચ્છ બાથરૂમ અને ન્હાવાની સુવિધા જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. પુરુષ અને મહિલા માટે અલગ ડોર્મિટરીની વ્યવસ્થા રાખવામાં આવી છે. દરેક ડોમમાં વેન્ટિલેશન અને ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓની પણ પૂરતી તકેદારી લેવામાં આવી છે.એકતાનગર ખાતે નોંધણી કાઉન્ટર અને પ્રાથમિક સારવાર કાઉન્ટર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં આવતા મહેમાનોની નોંધણી સાથે જરૂરી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.પ્રવાસીઓની સુવિધા માટે આધુનિક શૌચાલય બ્લોક્સ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં પુરુષ અને મહિલાઓ માટે અલગ વિભાગો બનાવવામાં આવ્યા છે. પાણી, લાઇટ અને સફાઈની સતત વ્યવસ્થા સાથે સ્વચ્છતાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે. ઉપરાંત, 174 બસો માટે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે જેથી પરિવહનમાં કોઈ અડચણ ન રહે.
તા. 30 અને 31 ઓકટોબર એકતાનગર NO FLY ZONE જાહેર
રાજપીપલા : આગામી તા. 31/10/2025 ના રોજ નર્મદાના એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રદાન Z+ SPG PROTECTEE સ્કેલ સિક્યુરિટી ધરાવે છે. તેમની સુરક્ષાને ધ્યાને લઈ, સમગ્ર એકતાનગરના વિસ્તારને NO FLY ZONE જાહેર કરવામાં આવ્યો છે.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.કે.ઉંધાડને મળેલ સત્તાની રૂએ ગરૂડેશ્વર તાલુકામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ડેવલપમેન્ટ ઓથોરિટી, એકતાનગરના સમગ્ર વિસ્તારને NO FLY ZONE જાહેર કરી, આ વિસ્તારમાં જમીન થી આકાશ તરફ ઉડાવવામાં આવતા ચાઈનીઝ તુક્કલ, ફૂગ્ગા, પતંગ, વાવટા, ડ્રોન, સિન્થેટીક પ્લાસ્ટિક ઉડાવવાની/ફરકાવવાની મનાઈ ફરમાવી છે. પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના સંસાધનો તેમજ પોલીસ વિભાગ તરફ્થી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે.
સરદાર વલ્લભભાઇ પટેલના વંશજો પણ ઉપસ્થિત રહેશે
રાજપીપલાઃ તા. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના વંશજોમાં ગૌતમ ડાહ્યાભાઈ પટેલ (સરદાર પટેલના પૌત્ર) હાલ 80 વર્ષના છે અને તેઓ પરિવારના વરિષ્ઠ સભ્ય તરીકે ઉપસ્થિત રહેશે. તેમના પત્ની ડો. નંદિતા ગૌતમ પટેલ 79 વર્ષના છે. સરદાર પટેલના પ્રપૌત્ર તરીકે કેદાર ગૌતમ પટેલ (વયઃ 47 વર્ષ) પણ પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. તેમની પત્ની રીના પટેલ (વયઃ 47 વર્ષ) તથા તેમની પુત્રી કુમારી કરીના કેદાર પટેલ (વયઃ 13 વર્ષ) - જે સરદાર પટેલની પ્રપ્રપૌત્રી છે - પણ એકતા નગર ખાતે પહોંચશે.આ ઉપરાંતગૌતમ ડાહ્યાભાઈ પટેલના પિતરાઈ સમીર ઇન્દ્રકાંત પટેલ (વયઃ 68 વર્ષ) તથા તેમના રીતા એસ. પટેલ (વયઃ 66 વર્ષ) પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી રાષ્ટ્રીય ગૌરવના આ કાર્યક્રમનો ભાગ બનશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

