Narmada: સરદાર સરોવરની જળસપાટીમાં વધારો થયો, ડેમની સપાટી 136.74 મીટરે પહોંચતા 15 ગેટ ખોલાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમના 15 ગેટ 1.85 મીટર ખોલી પાણી છોડ્યું છે. ડેમમાંથી 2.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડ્યું છે. 24 કલાકમાં પાણીની સપાટીમાં 24 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલની નર્મદા ડેમની સપાટી 136.74 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાં પાણીની આવક 167113 ક્યુસેક છે.
નર્મદા ડેમની જળસપાટીમાં વધારો
નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. પાણીની આવક વધતા નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા છે. 15 ગેટ 1.85 મીટર ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડાય રહ્યું છે. ડેમમાંથી કુલ 2,45,000 ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી ભરપૂર થઈ છે. મુખ્ય કેનાલમાંથી 23501 ક્યુસેક પાણી છોડી રાજ્યના અનેક તળાવો ભરાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 24 સે.મી.નો વધારો થયો છે.
નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર
નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલની સપાટી 136.74 મીટરે પહોંચી છે. સરદાર સરોવરમાં કુલ 8850.40 MCM પાણીનો સંગ્રહ થયો છે. નર્મદા ડેમ પર પાણીની આવક ધરખમ વધી રહી છે. પાણીની આવક 167113 ક્યુસેક થઈ છે. નર્મદા ડેમના સુંદર દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક જોવી મળી રહી છે. ડેમાં પાણીની પૂરતો જથ્થો હોવાથી રાજ્યામાં પાણીની તંગી નહી આવે. લોકોને પીવા માટે પુરતું પાણી મળી રહશે.
What's Your Reaction?






