Narmada જિલ્લામાં ગ્રામજનોએ હર્ષો ઉલ્લાસ સાથે કરી 'નર્મદા જયંતી'ની ઉજવણી

Feb 4, 2025 - 14:00
Narmada જિલ્લામાં ગ્રામજનોએ હર્ષો ઉલ્લાસ સાથે કરી 'નર્મદા જયંતી'ની ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પવિત્ર નર્મદા નદી ભારતમાં એકમાત્ર નદી છે કે જેની પરિક્રમા કરતા હોય છે ત્યારે આજે નર્મદા જયંતી છે ત્યારે નર્મદા જયંતી પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના માંગરોળ ગામે અનોખી રીતે શ્રદ્ધાળુએ નર્મદા જયંતીની ઉજવણી કરી હતી. નર્મદા નદી દેશની પાંચ મોટી નદીઓમાં સ્થાન પામે છે. પવિત્ર નદીઓ એવી ગંગા, યમુના અને સરસ્વતી ઉપરાંત નર્મદા નદીનું પણ ખાસ માહાત્મ્ય છે. ગંગા નદીની જેમ નર્મદા નદીમાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે.

 ગ્રામજનોએ કરી ઉજવણી

નર્મદા જિલ્લાના માંગરોળ ગામના ગ્રામજનો દ્વારા નર્મદા મૈયાને 1500 ફૂટ લાંબી સાડી અર્પણ કરવામાં આવી હતી. શાસ્ત્રો અનુસાર નર્મદા નદી કુમારીકા કહેવાય છે અને નર્મદા નદીને શિવ પુત્રી પણ કહેવાય છે ત્યારે નર્મદા નદીની પૂરી પરિક્રમા ની સાથે સાથે ચૈત્ર મહિનામાં આવતી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા નું પણ ખૂબ મહત્વ છે.

નર્મદા જિલ્લાના માંગરોલ ગામમાં લોકોએ હર્ષો ઉલ્લાસ સાથે નર્મદા મૈયાની જયંતિની ઉજવણી કરી હતી. 1500 ફૂટ લાંબી સાડી નર્મદા મૈયાને અર્પણ કરવા માટે 2 હજાર થી વધારે લોકો તેમજ 10થી વધારે નાવડીયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને નર્મદા મૈયાના બંને એક કાઠે થી સામાં કાંઠા સુધી લાલ રંગની સાડી નર્મદા મૈયાને અર્પણ કરવામાં આવી હતી. આ સાડી અર્પણ કર્યા બાદ આ સાડી ગરીબોમાં વિતરણ કરવામાં આવે છે.

પ્રાચીન દંતકથા

પ્રાચીન દંતકથા અનુસાર ભગવાન શંકર જ્યારે તપ કરવા મૈકલ પર્વત પંહોચ્યા ત્યારે તેમના પરસેવાના ટીપાથી આ પર્વત પર એક કુંડ રચાયું હતું. અને આ કુંડમાં એક દિકરીનો જન્મ થતા ભોળા શંકરે તેને નર્મદા નામ આપ્યું. નર્મદાના નીરનું ધરતી પર કેવી રીતે અવતરણ થયું તેને લઈને રોચક કથા છે. ચંદ્ર વંશના રાજા હિરણ્ય તેજ જ્યારે તેમના પૂર્વજોને તર્પણ કરતા હતા ત્યારે તેમના તર્પણનો સ્વીકાર ના થયો. ત્યારે આકાશવાણી થઈ કે તમારા પૂર્વજો અતૃપ્ત છે માટે તેમનો ઉદ્ધાર કરવા

શિવજીની ઉપાસના કરી નર્મદા નદીનું ધરતી પર આગમન કરાવો. રાજા હિરણ્ય તેજ ભગવાન શંકરની કઠિન ઉપાસના કરતા શિવજી પ્રસન્ન થયા. અને તેના ફળસ્વરૂપ નર્મદા માતાનું ધરતી પર આગમન થયું. ગુજરાતના માંગરોળમાં ગામના લોકોએ આજે નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવી. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0