Narmada: એકતરફ સરકાર પારણા કરાવે છે અને બીજી તરફ મંત્રી આદિવાસીઓને ઉપાડવાના આદેશ આપે છે-મનસુખ વસાવા

Sep 26, 2026 - 17:30
Narmada: એકતરફ સરકાર પારણા કરાવે છે અને બીજી તરફ મંત્રી આદિવાસીઓને ઉપાડવાના આદેશ આપે છે-મનસુખ વસાવા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારમાં જંગલ જમીન ખેડવાના મુદ્દે વનવિભાગ, પોલીસ અને સ્થાનિક આદિવાસીઓ વચ્ચે મોટો ટકરાવ સામે આવ્યો છે. વાડી-ખેતર ખેડતા આદિવાસીઓને વનવિભાગ અને પોલીસની ટીમો તેમના બળદો સાથે ટેમ્પામાં ભરીને જેલહવાલે કરવા લઈ જઈ રહી હતી. આ ઘટનાની જાણ થતાં જ ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવા ઘટનાસ્થળે ધસી ગયા હતા અને કડક વલણ અપનાવીને પોલીસ તથા વનકર્મીઓની કામગીરી અટકાવી તમામ આદિવાસીઓને જેલે જતાં બચાવ્યા હતા.

સાગબારા જંગલ જમીન વિવાદમાં સાંસદ મનસુખ વસાવા વરસ્યા!

આ ઘટનાથી અત્યંત કોપાયમાન થયેલા સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા સામે ખુલ્લો મોરચો માંડ્યો હતો. મનસુખ વસાવાએ ચોંકાવનારો આરોપ લગાવ્યો હતો કે માંડવી ખાતે આવેલ વનમંત્રી અર્જુન મોઢવાડિયાના આદેશથી વનવિભાગે આદિવાસીઓને ઉપાડી લાવવાની કાર્યવાહી કરી હતી. તેમણે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે આ અર્જુન મોઢવાડિયાનું શાસન અંગ્રેજોના શાસન જેવું આદિવાસી વિરોધી છે. જો મંત્રી માંડવી સુધી આવતા હોય તો તેમણે સાગબારાના આદિવાસીઓને રૂબરૂ મળવું જોઈતું હતું.

અંગ્રેજો જેવું શાસન ચલાવે છે!

મનસુખ વસાવાએ આ ઘટનાને જંગલ જમીન ખેડતા આદિવાસીઓ માટે ભારે દુઃખદ ગણાવતા સરકારની બેવડી નીતિ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, "એકતરફ મંત્રીઓ અને સરકાર આદિવાસી વિસ્તારોમાં પારણા કરાવવાના કાર્યક્રમો કરે છે અને બીજી બાજુ આ જ વનમંત્રીના આદેશથી ગરીબ આદિવાસીઓને ઉપાડી જવામાં આવે છે." જો ઉમરપાડાના લોકોને જમીન ખેડવા અપાતી હોય તો સાગબારાના લોકોને પણ હક મળવો જોઈએ. ફોરેસ્ટ વિભાગ ભય અને ડરનો માહોલ ઉભો કરી આદિવાસીઓનું ઉત્પીડન કરી રહ્યો છે જેને સાંસદ તરીકે સાંખી લેવાશે નહીં.

આ પણ વાંચો: Idar: બડોલીમાં કમળાનો ઉપદ્રવ; ચામુંડાનગરના 12થી વધુ બાળકોની તબિયત લથડી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0