Narmada News : BJP સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓનો લીધો ઉધડો, મામલતદાર અને કલેક્ટરને કહ્યું, તમે અહીંયાના "રાજા" નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આદિવાસીઓનું વીજ કનેક્શન કાપતા મનસુખ વસાવા રોષે ભરાયા હતો, મનસુખ વસાવાએ અધિકારીઓને કહ્યું કે, કોઈ પ્રોજેક્ટ લાવો તો અમને પણ વાત કરો, વિકાસ સપ્તાહમાં APMCના વેપારીઓને ચેતવણી આપી અને કહ્યું કે, આદિવાસીઓને લૂંટવાનું બંધ કરો અને આવું કરતાં લોકો પોટલા બાંધી જતા રહે.
તંત્ર આમાં ધ્યાન આપે નહીં : મનસુખ વસાવા
મનસુખ વસાવાનું વધુમાં કહેવું છે કે, અધિકારીઓ તમે કાર્યવાહી ન કરો તો હું જાતે કાર્યવાહી કરીશ, પણ ગરીબ આદિવાસી પ્રજાને રંજાડવાનું કામ ન હોય, ડેડીયાપાડાના નિગટ ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં સાસંદ મનસુખ વસાવા ક્લેક્ટર અને મામલતદાર પર ગુસ્સે ભરાયા હતા, તો એપીએમસી અને વ્યાપારી પર ખેડૂતો પાકના ભાવને લઈ ગુસ્સે થયા હતા અને કહ્યું કે, મકાઈના ભાવ 2100 રૂપિયાનીજગ્યા એ કેટલાક વેપારી 1800 થી 2000 ભાવ આપે છે અને આદિવાસીઓને છેતરે રહ્યા છે.
આદિવાસીઓને લૂંટવાનું બંધ કરો : મનસુખ વસાવા
મનસુખ વસાવાનું વધુમાં કહેવું છે કે, એવા લોકો પર કેસ કરવા તંત્રને ટકોર કરી અને આવું કરતાં લોકોને અહીં પોટલા બાંધી જતા રહો. તંત્ર આમાં ધ્યાન આપે નહીં તો હું જાતે આવા વેપારીઓની પર કાર્યવાહી કરીશ તો ભારે પડશે કહી પ્રહાર કર્યા, આદિવાસીઓના ઘરનું વીજ કનેક્શન કાપતા મામલતદારને મંચ પર ખખડાવ્યા હતા અને કહ્યું કે, મામલતદાર છો તો ગામના રાજા નથી, સરકારી જમીનોમાં રહેતા આદિવાસીઓના વીજ કનેકશન કપાવી નાખતા સાંસદ ગુસ્સે ભરાયા છે, જિલ્લા કલેકટરને પણ સાંસદે ચિમકી આપી હતી અને કહ્યું કે, તમે અહીના રાજા નથી, અમને છંછેડશો નહિ બાકી જોઈ લેજો પછી.
What's Your Reaction?






