Narmada News: AAP અને કોંગ્રેસ સ્ટંટ કરવા વાળા લોકો છે, આદિવાસીઓના પ્રશ્નનનો સરકાર ઉકેલ લાવશે : MP મનસુખ વસાવા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નર્મદા જિલ્લાના સાગબારાના ખોપી ખાતે આજે 2 ઓક્ટોબરે જંગલ જમીનના હક માટે સત્યાગ્રહ આંદોલન અને જાહેરસભા યોજાશે. જંગલ જમીન ખેડવા મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે ખેડૂતો ફરી એક વખત આંદોલન કરવાની તૈયારી કરી રહ્યાં છે. ખેડૂતોના આ આંદોલનને લઈને મહિલા આગેવાન લીલાબેન વસાવાએ સરકાર સામે આક્ષેપો કરતાં કહ્યું હતું કે, સરકાર અમારી સાથે દગાખોરી કરી રહી છે. બીજી બાજુ ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સ્ટંટ કરવા વાળા છે. સરકાર તમામ પ્રશ્નોનો ઉકેલ લાવશે.
જંગલની જમીન ખેડનારા આદિવાસીઓને તંત્રએ અટકાવ્યા છે
ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે, સાગબારા તાલુકાના લોકો છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડતા હતા.પરંતુ બે વર્ષથી એમને કોઈકને કોઈ કારણસર જંગલ ખાતા વાળાએ અટકાવ્યા છે. ઉમરપાડા તાલુકાના લોકોનું ખેડાણ ચાલુ છે. રાજ્ય સરકારે 90 દિવસની અંદર જંગલની જમીનના અધિકાર પત્ર મળી જાય એ રીતના એમને ખાતરી આપી છે. આ મુદ્દે ક્યાંકને ક્યાંક જંગલ ખાતુ અને આદિવાસી લોકો વચ્ચે વૈમનસ્ય છે અથવા તો બંને વચ્ચે કોઈ મેળ ખાતો નથી. જે સુરત જિલ્લાની કમિટી છે એમાં ટ્રાયબલ ડેવલપમેન્ટ પણ લાગે છે વન વિભાગ પણ લાગે છે અને કલેક્ટર પણ કચેરી આવે છે. એકબીજાનું સંકલન નહીં હોવાને કારણે અને ખાસ કરીને ફોરેસ્ટ વિભાગની કંઈક ને કંઈક ક્ષતિઓના કારણે આ સ્થિતિ થઈ છે.
મુખ્યમંત્રી સાથે બેસીને આ પ્રશ્નનનો અમે ઝડપથી ઉકેલ કરીશું
તેમણે કહ્યું હતું કે,આવનારા દિવસોમાં મુખ્યમંત્રી સાથે બેસીને આ પ્રશ્નનનો અમે ઝડપથી ઉકેલ કરીશું. સરકારે ગુજરાતમાં જંગલની જમીન ખેડનારા ખેડૂતોને અધિકાર પત્ર આપવાનો નિર્ણય કરી દીધો છે. જે માટે સરકાર આગળ કામ કરી રહી છે. આ સત્યાગ્રહ આંદોલન ચાલી રહ્યું છે તેમાં આજે તો હું નહીં જોડાઈ શકું. કારણ કે આજે ગાંધી જ્યંતિ છે અને ઘણા બધા કાર્યક્રમો હોય છે. પીછેહટ કરવા મુદ્દે કહ્યું હતું કે, મેં પીછેહટ કરી જ નથી. હું આજે પણ આદિવાસી સમાજની પડખે ઉભો છું. મેં સરકારમાં અનેક વખતે રજૂઆતો કરી છે. આ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના લોકો તો સ્ટંટ કરવા વાળા છે. સાગબારામાં જે ખેડૂતો જંગલની જમીન ખેડે તેની અમે ચિંતા કરી છે. હજુ આવનારા દિવસોમાં એ લોકોને ન્યાય મળે તે માટે મારે રજૂઆત કરવાની છે. જે પણ પ્રશ્ન ઉભો થયો છે તેનો ઉકેલ સરકાર જ લાવશે.
આ પણ વાંચોઃ Gandhinagar News: UCC બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી, ગુજરાતમાં સમાન નાગરિક ધારો અમલી બનશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

