Narmada : કામગીરીમાં ગોબાચારીના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નેત્રંગ - અંકલેશ્વરના બિસ્માર રસ્તાની કામગીરીને લઈને કોંગ્રેસ દ્વારા આજે નેત્રંગ ચાર રસ્તા પર ચક્કાજામ કરી દેખાવો કરાતા ટ્રાફિકજામ સર્જાયો હતો, જેને પગલે પોલીસે દેખાવકારોની ટીંગાટોળી કરી અટકાયત કરી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો.
નેત્રંગ - અંકલેશ્વરના રસ્તાની નવીનીકરણની કામગીરી હાલ પ્રગતિમાં છે. પરંતુ સામાન્ય વરસાદમાં રસ્તા ઉપર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. પ્રથમ વરસાદમાં જ રસ્તાનું ભારે ધોવાણ થતાં નવીનીકરણની કામગીરીમાં હલકી કક્ષાના માલ સામાન વપરાયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી જતાં વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. આ બાબતે માર્ગ-મકાન વિભાગમાં રજૂઆત છતાં રોડના સમારકામ કરાતું નથી. જેથી નેત્રંગના કોંગી અગ્રણી શેરખાન પઠાણ અને કોંગી કાર્યકરોએ નેત્રંગ ચાર રસ્તા ઉપર ખાડાનું સમારકામ, કામ કરનાર એજન્સી અને માર્ગ-મકાન વિભાગના અધિકારી સામે પોલીસ ફરીયાદની માંગ સાથે દેખાવો કર્યા હતાં.
What's Your Reaction?






