Narmadaના કેવડિયામાં બનશે રજવાડાઓનું મ્યુઝિયમ, ક્ષત્રિય સમાજમાં ખુશીનો માહોલ છવાયો

ગુજરાતમાં નર્મદા જિલ્લામાં આવેલ કેવડિયા ખાતે 562 રજવાડાઓનું મ્યુઝિયમ 260 કરોડના ખર્ચ બનવા જઈ રહ્યું છે.જેમાં ક્ષત્રિય સમાજે પીએમ નરેન્દ્ર મોદી સમક્ષ મ્યુઝિયમની માંગ કરી હતી અને આ માંગનો સ્વીકાર થઈ ગયો છો,તો સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો પીએમ નરેન્દ્ર મોદી આ મ્યુઝિયમનું લોકાર્પણ કરી શકે છે. 562 રજવાડાઓનું 260 કરોડના ખર્ચ બનશે મ્યુઝિયમ નર્મદાના કેવડિયામાં 562 રજવાડાઓનું 260 કરોડના ખર્ચે મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે.ક્ષત્રિય સમાજે PM મોદી સમક્ષ માંગણી કરી હતી કે મયુઝિયમ બને જેને લઈ આ માંગનો સ્વીકાર થયો છે.આજે ખુશી છે કે સરદાર પટેલે રજવાડા એકત્ર કર્યા તે રજવાડાઓનું મયુઝિયમ પણ સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે બનશે સાથે સાથે જેમણે પોતાના રજવાડાઓ આપ્યા છે તેઓના દસ્તાવેજ સાથેની ઝાંખી હવે કેવાડિયામાં જોવા મળશે.મ્યુઝિયમ માટે કમિટી 2021 રાજ્ય સરકરે કમિટી બનાવી હતી. કમિટી દ્વારા અલગ અલગ રાજ્યોની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ વર્તમાન રાજ પરિવારોના મત અને સૂચન લેવાયા હતા. 5 એકર જમીનમાં બનશે કેવડિયામાં આ મ્યુઝિયમ 5 એકર જમીન પર બનવા જઈ રહ્યું છે.દિલ્હી,વડોદરા,રાજકોટ તેમજ અન્ય રાજયના રાજવી પરિવારોએ જે કમિટી બની છે તેની સાથે મુલાકાત પણ કરી હતી અને ચર્ચા પણ કરી હતી,ક્ષત્રિય સમાજ જે રીતે મ્યુઝિયમ બનાવવા માંગે છે તે જ રીતે આ મ્યુઝિમ બનશે અને મ્યુઝિયમ અગામી સમયમા લોકો સમક્ષ ખુલ્લું મૂકવામાં આવશે.2 વર્ષની અંદર આ મ્યુઝિયમ તૈયાર કરી દેવામાં આવશે. અખંડ રાષ્ટ્રનું નિર્માણ સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરી અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ તેની ગૌરવવંતી સ્મૃતિ અને ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઇ રહે તે માટે કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમ નિર્માણ કરવામાં આવશે. 

Narmadaના કેવડિયામાં બનશે રજવાડાઓનું મ્યુઝિયમ, ક્ષત્રિય સમાજમાં ખુશીનો માહોલ છવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં નર્મદા જિલ્લામાં આવેલ કેવડિયા ખાતે 562 રજવાડાઓનું મ્યુઝિયમ 260 કરોડના ખર્ચ બનવા જઈ રહ્યું છે.જેમાં ક્ષત્રિય સમાજે પીએમ નરેન્દ્ર મોદી સમક્ષ મ્યુઝિયમની માંગ કરી હતી અને આ માંગનો સ્વીકાર થઈ ગયો છો,તો સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો પીએમ નરેન્દ્ર મોદી આ મ્યુઝિયમનું લોકાર્પણ કરી શકે છે.

562 રજવાડાઓનું 260 કરોડના ખર્ચ બનશે મ્યુઝિયમ

નર્મદાના કેવડિયામાં 562 રજવાડાઓનું 260 કરોડના ખર્ચે મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે.ક્ષત્રિય સમાજે PM મોદી સમક્ષ માંગણી કરી હતી કે મયુઝિયમ બને જેને લઈ આ માંગનો સ્વીકાર થયો છે.આજે ખુશી છે કે સરદાર પટેલે રજવાડા એકત્ર કર્યા તે રજવાડાઓનું મયુઝિયમ પણ સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે બનશે સાથે સાથે જેમણે પોતાના રજવાડાઓ આપ્યા છે તેઓના દસ્તાવેજ સાથેની ઝાંખી હવે કેવાડિયામાં જોવા મળશે.મ્યુઝિયમ માટે કમિટી 2021 રાજ્ય સરકરે કમિટી બનાવી હતી. કમિટી દ્વારા અલગ અલગ રાજ્યોની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ વર્તમાન રાજ પરિવારોના મત અને સૂચન લેવાયા હતા.

5 એકર જમીનમાં બનશે

કેવડિયામાં આ મ્યુઝિયમ 5 એકર જમીન પર બનવા જઈ રહ્યું છે.દિલ્હી,વડોદરા,રાજકોટ તેમજ અન્ય રાજયના રાજવી પરિવારોએ જે કમિટી બની છે તેની સાથે મુલાકાત પણ કરી હતી અને ચર્ચા પણ કરી હતી,ક્ષત્રિય સમાજ જે રીતે મ્યુઝિયમ બનાવવા માંગે છે તે જ રીતે આ મ્યુઝિમ બનશે અને મ્યુઝિયમ અગામી સમયમા લોકો સમક્ષ ખુલ્લું મૂકવામાં આવશે.2 વર્ષની અંદર આ મ્યુઝિયમ તૈયાર કરી દેવામાં આવશે.

અખંડ રાષ્ટ્રનું નિર્માણ

સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરી અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ તેની ગૌરવવંતી સ્મૃતિ અને ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઇ રહે તે માટે કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમ નિર્માણ કરવામાં આવશે.