Nadiad News: બિલોદરા ફાટક પાસે બે આખલા બાખડતા વાહનચાલકો અટવાયા, આખો રોડ બાનમાં લેતા લોકોમાં ભય ફેલાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ હજી પણ યથાવત છે. હાઈકોર્ટના કડક આદેશો બાદ પણ તંત્ર રખડતા ઢોરોને રોડ પરથી દૂર કરવામાં નિષ્ફળ રહ્યું છે. અનેક વિસ્તારોમાં રસ્તા પર ફરી રહેલા ઢોરોના ત્રાસથી લોકો હેરાન પરેશાન થઈ ગયાં છે. ત્યારે નડિયાદમાં બિલોદરા ફાટક પાસે બે આખલા બાખડતા વાહનચાલકોમાં ભય ફેલાયો હતો. જાહેરમાં બે આખલાઓ બાખડતા લોકોમાં ભય ફેલાયો હતો. ઢોર નિયંત્રણ વિભાગ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
નડિયાદમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત
પ્રાપ્ત વિગતો પ્રમાણે નડિયાદ મહાનગર પાલિકાના વિસ્તારમાં ઢોર નિયંત્રણ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે. જાહેર માર્ગ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ ખેલાયું હતું. ભુરાંટા થયેલા આખલાઓએ આખો રોડ બાનમાં લીધો હતો. બિલોદરા ફાટક પાસે બે આંખલાઓએ હાઈવેને બાનમા લીધો હતો. આ રસ્તેથી પસાર થનારા વાહનચાલકો અટવાયા હતાં. મુખ્ય માર્ગ પર જ બે આખલાઓ બાખડતા વાહનચાલકોમાં ભય ફેલાયો હતો.
આખલાઓ બાખડતા વાહનચાલકોમાં ભય
આ વિસ્તારમાં રોડની બંને તરફ કામગીરી ચાલી રહી હતી. બીજી બાજુ રોડ પર વાહનોનો ટ્રાફિક ધમધમતો હતો. ધમધમતા ટ્રાફિકની વચ્ચે બે આખલાઓની લડાઈ પણ જામી હતી. આ દરમિયાન રોડ પરથી પસાર થતા વાહનચાલકો અટવાઈ ગયા હતાં. બે આખલાઓની લડાઈથી સમગ્ર વિસ્તારના લોકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. મહાનગર પાલિકાની ઢોર નિયંત્રણ વિભાગની નિષ્ફળ કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે.
What's Your Reaction?






