Nadiad મનપામાં સીટી બસોના પૈડા થંભ્યા! રજીસ્ટ્રેશન ન કરાતા RTOએ આપી નોટિસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નડિયાદ મહાનગરપાલિકામાં ફક્ત 47 દિવસમાં સીટી બસોના પૈડા થંભી ગયા છે. 13 વર્ષે મળેલ સિટી બસ સેવા 47 દિવસમાં જ બંધ કરવામાં આવી છે. બસોનું રજીસ્ટ્રેશન ન કરાતા RTOએ નોટિસ આપી છે.
નડિયાદ મહાનગરપાલિકામાં ફક્ત 47 દિવસમાં સીટી બસોના પૈડા થંભી ગયા છે. ગત 25 ડિસેમ્બર 2024એ ચાર સીટી બસ નંબર પ્લેટ વગરજ નડિયાદ શહેરમાં મોટા ઉપાડે શરૂ કરાઈ હતી. મહેસાણાની એજન્સી દ્વારા બસોનું રજીસ્ટ્રેશન ન કરાતા RTOએ મનપાને નોટિસ આપી છે. 13 વર્ષે નડિયાદને મળેલ સિટી બસની સેવા 47 દિવસમાં ફરી એકવાર છીનવાઈ ગઈ છે.
મહાનગરપાલિકાએ એજન્સીને નોટિસ આપી તાત્કાલિક બસોનું પાસિંગ કરાવી બસો શરૂ કરવા કહ્યું છે. અન્ય જગ્યાએ બસોનું પાસિંગ કરાવેલું હતું જે રિમૂવ કરી ફરી પાસીંગ કરાવવાની કાર્યવાહીને લઈ વિલંબ થયો છે. ફરી એકવાર સીટી બસ દોડવામાં હજુ 2 અઠવાડિયા જેટલો સમય લાગશે તેવું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે. RTOએ મનપા ને નોટીસ આપી સીટી બસ અંતર્ગત વાહનોના રજીસ્ટ્રેશનનો ડેટા માંગ્યો છે.
રજીસ્ટ્રેશન બાકી હોય ત્યાં સુધી બસો દોડાવવાની બંધ રાખવા માટે આરટીઓએ સૂચના આપી છે. ચાર રૂટ પર દૈનિક અપડાઉન કરતા 1500 મુસાફરોને હાલ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. 47 દિવસમાં કર્મચારીઓને પૂરતો પગાર પણ ચૂકવાયો નથી. પાંચ ડ્રાઇવર, 10 કંડકટર, એક સિક્યુરિટી, બે કંટ્રોલર ને પગાર ન ચૂકવતા સેવા આપવાનું બંધ કર્યું છે. નડિયાદ સ્ટેશનથી કણજરી, વસો, દેવકી વણસોલ, વલેટવા ચોકડી એમ ચાર રૂટ કાર્યરત હતા.
What's Your Reaction?






