Nadiadમાં સરદાર સ્ટેચ્યુ પાસેના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નડિયાદ શહેરમાં સરદાર સ્ટેચ્યુ પાસેની દુકાનમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના બની. સરદાર સ્ટેચ્યુ પાસે વર્ષોજૂની ધર્મશાળામાં બનાવેલ ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી. ફાયર ફાયટરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. વર્ષો જુની દુકાનનો ગોડાઉન તરીકે ઉપયોગ ગોડાઉનમાં તમાકું, અને પાનબિડીનો સંગ્રહ ફાયર વિભાગની 2 ગાડીઓ ઘટનાસ્થળે ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અકબંધ આગનું કારણ અકબંધસરદાર સ્ટેચ્યુ પાસેના વિસ્તારમા આવેલ ગોડાઉનમાં આગ લાગતા લોકોની ભીડ એકત્ર થઈ હતી. લોકોએ આગ બુઝાવવા પ્રયાસ કર્યો પરંતુ તેમાં નિષ્ફળતા મળી. દરમ્યાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયર બ્રિગેડને કોલ કરાયો. આગ બુઝાવવા ફાયર બ્રિગેડની સાથે પોલીસ નો કાફલો પણ જોડાયો. સરદાર સ્ટેચ્યુ પાસે વર્ષો જૂની ધર્મશાળા આવેલ છે જેનો ઉપયોગ ગોડાઉન તરીકે થઈ રહ્યો છે. ધર્મશાળાથી ગોડાઉન બનેલ મકાનમાં તમાકુ અને પાનબિડીનો જથ્થાનું સંગ્રહ કરાતો હોવાની પોલીસને શંકા છે. નડિયાદ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી ગોડાઉન પર પાણીનો મારો કરી રહી છે. વર્ષો જૂની દુકાનમાં લાગેલ ભીષણ આગનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. રોજ બને છે આગ દુર્ઘટનાઆ મહિનાની શરૂઆતમાં જ એટલે કે પાંચ દિવસની અંદર રાજ્યમાં દરરોજ આગ લાગવાની ઘટના બની. રાજકોટ,વડોદરા, ભરૂચ, બનાસકાંઠા, થરાદ અને અમદાવાદમાં કેટલાક સ્થાનો પર ભીષણ આગ દુર્ઘટનામાં લાખોના સામાનને નુકસાન થયું. જો કે મોટાભાગની આગ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી. રાજકોટની મેટોડા GIDCમાં, થરાદ માર્કેટયાર્ડની સામે દુકાનોમાં, અમદાવાદના વાસણામાં ઝૂંપડપટ્ટીમાં, બનાસકાંઠાના ધાનેરામાં બ્રિજ પર ચાલુ કારમાં અને ભરૂચના ધોળીકૂઈમાં મકાન તેમજ અમદાવાદના વાસણામાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાની દુર્ઘટના બની. આ ઘટનામાં હજુ સુધી કોઈ મોટું નુકસાન કે જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નડિયાદ શહેરમાં સરદાર સ્ટેચ્યુ પાસેની દુકાનમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના બની. સરદાર સ્ટેચ્યુ પાસે વર્ષોજૂની ધર્મશાળામાં બનાવેલ ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી. ફાયર ફાયટરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
- વર્ષો જુની દુકાનનો ગોડાઉન તરીકે ઉપયોગ
- ગોડાઉનમાં તમાકું, અને પાનબિડીનો સંગ્રહ
- ફાયર વિભાગની 2 ગાડીઓ ઘટનાસ્થળે
- ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અકબંધ
આગનું કારણ અકબંધ
સરદાર સ્ટેચ્યુ પાસેના વિસ્તારમા આવેલ ગોડાઉનમાં આગ લાગતા લોકોની ભીડ એકત્ર થઈ હતી. લોકોએ આગ બુઝાવવા પ્રયાસ કર્યો પરંતુ તેમાં નિષ્ફળતા મળી. દરમ્યાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયર બ્રિગેડને કોલ કરાયો. આગ બુઝાવવા ફાયર બ્રિગેડની સાથે પોલીસ નો કાફલો પણ જોડાયો. સરદાર સ્ટેચ્યુ પાસે વર્ષો જૂની ધર્મશાળા આવેલ છે જેનો ઉપયોગ ગોડાઉન તરીકે થઈ રહ્યો છે. ધર્મશાળાથી ગોડાઉન બનેલ મકાનમાં તમાકુ અને પાનબિડીનો જથ્થાનું સંગ્રહ કરાતો હોવાની પોલીસને શંકા છે. નડિયાદ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી ગોડાઉન પર પાણીનો મારો કરી રહી છે. વર્ષો જૂની દુકાનમાં લાગેલ ભીષણ આગનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
રોજ બને છે આગ દુર્ઘટના
આ મહિનાની શરૂઆતમાં જ એટલે કે પાંચ દિવસની અંદર રાજ્યમાં દરરોજ આગ લાગવાની ઘટના બની. રાજકોટ,વડોદરા, ભરૂચ, બનાસકાંઠા, થરાદ અને અમદાવાદમાં કેટલાક સ્થાનો પર ભીષણ આગ દુર્ઘટનામાં લાખોના સામાનને નુકસાન થયું. જો કે મોટાભાગની આગ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી. રાજકોટની મેટોડા GIDCમાં, થરાદ માર્કેટયાર્ડની સામે દુકાનોમાં, અમદાવાદના વાસણામાં ઝૂંપડપટ્ટીમાં, બનાસકાંઠાના ધાનેરામાં બ્રિજ પર ચાલુ કારમાં અને ભરૂચના ધોળીકૂઈમાં મકાન તેમજ અમદાવાદના વાસણામાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાની દુર્ઘટના બની. આ ઘટનામાં હજુ સુધી કોઈ મોટું નુકસાન કે જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી.