MP અને બારડોલી પોલીસનું સંયુક્ત ઓપરેશન, મધ્યપ્રદેશમાં ચોરીનો આરોપી બારડોલીથી ઝડપાયો
મધ્યપ્રદેશમાં ચોરીનો આરોપી બારડોલીથી ઝડપાયો છે. મધ્યપ્રદેશથી ચોરી કરીને બારડોલી આવ્યા હોવાની બાતમી મળતા MP અને બારડોલી પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. CCTV ફૂટેજના આધારે MP અને બારડોલી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.સુરતના બારડોલી પોલીસે મધ્ય પ્રદેશ થી ચોરી કરી નાસતો ફરતો ચોરને ઝડપી પડ્યો છે. આરોપી મકસુદ પઠાણ એ મધ્ય પ્રદેશ ના સોનીની દુકાનમાંથી ચોરી કરી ભાગી છૂટ્યો હતો. આરોપી મકસુદ પઠાણ તેની પત્ની અને સાસુ સાથે મળી સોનીઓને ત્યાં ચોરીનો અંજામ આપતાં હતા. આરોપી મકસુડે મધ્ય પ્રદેશના જવેલર્સને ત્યાં તેની પત્ની, સાળો, અને સાસુ સાથે મળી 1 લાખ 65 હજારની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. આખરે પોલીસે CCTV ફૂટેજના આધારે ઝડપી પાડ્યા છે.આરોપી મકસુદ પથાણનો ઇતિહાસ ગુનાહિત પ્રવૃતિ ધરાવે છે. અવાર નવાર અનેક ઘરોને ટાર્ગેટ કરીને ઘરમાં ચોરીનો અંજામ આપતો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા મધ્ય પ્રદેશ પોલીસ અને બારડોલી પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. આખરે પોલીસના સંકજામાં આરોપી ઝડપાયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અગાઉ કડોદરા અને વાપી ખાતે જવેલ્સને ત્યાં ચોરીમાં આ આરોપી પકડાઇ ચુક્યો છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
![MP અને બારડોલી પોલીસનું સંયુક્ત ઓપરેશન, મધ્યપ્રદેશમાં ચોરીનો આરોપી બારડોલીથી ઝડપાયો](https://epapercdn.sandesh.com/images/2025/02/08/klrfMk5cK8FXwvCB3ljOTzvoDYRgqgEOEyF2y8Mk.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મધ્યપ્રદેશમાં ચોરીનો આરોપી બારડોલીથી ઝડપાયો છે. મધ્યપ્રદેશથી ચોરી કરીને બારડોલી આવ્યા હોવાની બાતમી મળતા MP અને બારડોલી પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. CCTV ફૂટેજના આધારે MP અને બારડોલી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
સુરતના બારડોલી પોલીસે મધ્ય પ્રદેશ થી ચોરી કરી નાસતો ફરતો ચોરને ઝડપી પડ્યો છે. આરોપી મકસુદ પઠાણ એ મધ્ય પ્રદેશ ના સોનીની દુકાનમાંથી ચોરી કરી ભાગી છૂટ્યો હતો. આરોપી મકસુદ પઠાણ તેની પત્ની અને સાસુ સાથે મળી સોનીઓને ત્યાં ચોરીનો અંજામ આપતાં હતા. આરોપી મકસુડે મધ્ય પ્રદેશના જવેલર્સને ત્યાં તેની પત્ની, સાળો, અને સાસુ સાથે મળી 1 લાખ 65 હજારની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. આખરે પોલીસે CCTV ફૂટેજના આધારે ઝડપી પાડ્યા છે.
આરોપી મકસુદ પથાણનો ઇતિહાસ ગુનાહિત પ્રવૃતિ ધરાવે છે. અવાર નવાર અનેક ઘરોને ટાર્ગેટ કરીને ઘરમાં ચોરીનો અંજામ આપતો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા મધ્ય પ્રદેશ પોલીસ અને બારડોલી પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. આખરે પોલીસના સંકજામાં આરોપી ઝડપાયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અગાઉ કડોદરા અને વાપી ખાતે જવેલ્સને ત્યાં ચોરીમાં આ આરોપી પકડાઇ ચુક્યો છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.