Morbiમાં ડેમમાં પાણીની ભરપૂર આવક, મચ્છુ ડેમ 3નો એક દરવાજો ખોલવામાં આવ્યો, જુઓ VIDEO

Aug 24, 2025 - 23:00
Morbiમાં ડેમમાં પાણીની ભરપૂર આવક, મચ્છુ ડેમ 3નો એક દરવાજો ખોલવામાં આવ્યો, જુઓ VIDEO

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબીમાં ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. મચ્છુ ડેમ 3, બ્રાહ્મણી ડેમ 2માં પાણીની આવકને પગલે 1 દરવાજો ખોલવામાં આવ્યો છે. મચ્છુ ડેમ 3નો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. ત્યારે હળવદની બ્રાહ્મણી ડેમ 2નો 1 દરવાજો પણ અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની આવક થઈ છે. બ્રાહ્મણી ડેમ 2નો દરવાજો ખોલવામાં આવતા નીચાણવાળા 9 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી

મોરબી શહેરમાં બે કલાકમાં 2 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી સરદારબાગ પાસે પાણી ભરાયા છે. આ સાથે જ મુખ્ય રોડ, શનાળા રોડ પર પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. વાહન ચાલકો 1 ફૂટ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ટંકારામાં પણ 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ તો વાંકાનેરમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારથી જ રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે અને જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0