Morbiમાં "ઓનલાઈન ગેમ" રમતા-રમતા યુવક રૂપિયા હારી ગયો, આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબીમાં ઓનલાઈન ગેમે વધુ એક યુવકનો ભોગ લીધો હોવાની વાત સામે આવી છે જેમાં મોરબીમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો છે સાથે સાથે ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતા જીવન ટૂંકાવ્યુ છે,લુડો ગેમમાં 40 હજાર હારી જતા આપઘાત કર્યો છે,તો મૃતક પ્રિન્સસિંહ મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક છે અને વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
ઓનલાઈન ગેમમાં પૈસા હારી જતા યુવાને આપઘાત કર્યો
ઓનલાઈન ગેમ રમવાનો ક્રેઈઝ આજકાલ વધી ગયો છે,અને ટૂંકા ગાળામાં વધુ રૂપિયા કમાવવાની લાલચે લોકો તેમનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે,ત્યારે આવી જ ઘટના મોરબીમાં પણ બની છે જેમાં મૂળ એમપીના શ્રમિક યુવાને ઝેરી દવા પી લઈ જીવન ટૂંકાવ્યું છે,મૃતકની ઉંમર 19 વર્ષ હતી,પોલીસે હાલમાં મોબાઈલ ફોન જપ્ત કરીને કાર્યવાહી કરી છે,અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે,પોલીસે ફોનમાં તમામ ડેટા લીધો છે અને તપાસ અર્થે fslમાં મોકલી આપ્યો છે.
22-11-2024ના રોજ રાજકોટમાં ઓનલાઈન ગેમથી યુવકે કર્યો આપઘાત
રાજકોટમાં ઓનલાઈન ગેમ રમતા-રમતા એક યુવક રૂપિયા હારી ગયો જેના કારણે તેણે જીવન ટૂંકાવી દીધુ છે.માતા-પિતાને પણ ખબર ન હતી કે તેમનો પુત્ર ઓનલાઈન ગેમ રમતો હતો અને તેમાં તે રૂપિયા હારી ગયો અને તેનું મોત થયું છે,પરિવારના સભ્યોનું કહેવું છે કે રૂપિયા હારી જતા આ પગલું ભર્યુ છે,તો યુવકે આ વાતની જાણ પરિવારના કોઈ સભ્યોને કરી ન હતી કે તે ઓનલાઈન ગેમ રમતા-રમતા હારી ગયો છે.આ ગેમ મંજૂરી વગર વિદેશીથી ઓપરેટ થાય છે અને યુવાનો તેમાં તેમની જિંદગી અને રૂપિયા બગાડતા હોય છે.
ઓનલાઈન ગેમ રમનારો વર્ગ વધુ
ભારતમાં ઓનલાઈન ગેમિંગ માર્કેટ વધવાના બે કારણ છે. પ્રથમ આપણા દેશમાં યંગ પોપ્યુલેશન અન્ય દેશોની સરખામણીમાં વધુ છે. આપણા ત્યાં 75 ટકા વસ્તી 45 વર્ષથી ઓછી ઉંમરની છે. બીજું દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 56 કરોડથી વધુ છે. બીજું દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 56 કરોડથી વધુ છે. 2025 સુધી દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 1000 કરોડને વટાવે તેવી શકયતા છે.
What's Your Reaction?






