Morbiના હાજનારી ગામે ગ્રામજનોએ દેશી દારૂના અડ્ડા પર પાડી જનતા રેડ, દારૂ વેચતા શખ્સને પકડી પોલીસને સોંપ્યો

Oct 19, 2026 - 21:00
Morbiના હાજનારી ગામે ગ્રામજનોએ દેશી દારૂના અડ્ડા પર પાડી જનતા રેડ, દારૂ વેચતા શખ્સને પકડી પોલીસને સોંપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબી જિલ્લાના હાજનારી ગામે ગઈકાલે સાંજના સમયે દેશી દારૂના ગેરકાયદેસર વેચાણ સામે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગામની સીમમાં લાંબા સમયથી બેફામ રીતે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું, જેને બંધ કરાવવા માટે સ્થાનિકોએ પોલીસ તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. છતાં પણ દારૂનું વેચાણ બંધ ન થતાં આખરે આક્રોશિત ગ્રામજનોએ એકઠા થઈને દારૂના અડ્ડા પર ‘જનતા રેડ’ પાડી હતી.

સીમમાં દારૂ વેચતો શખ્સ રંગેહાથ ઝડપાયો

જનતા રેડ દરમિયાન ગામની સીમમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહેલા એક શખ્સને લોકોએ સ્થળ પર જ રંગેહાથ ઝડપી લીધો હતો. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ગ્રામજનોએ આ શખ્સને પકડી રાખ્યો હતો અને તુરંત જ સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરીને ઝડપાયેલા બૂટલેગરને પોલીસ કાફલાને સુપ્રત કરી દીધો હતો.

પોલીસની નિષ્ક્રિયતાથી ગ્રામજનોમાં ભારે રોષ

ગામમાં દારૂનું દૂષણ ડામવામાં પોલીસ તંત્રની નિષ્ક્રિયતાને કારણે જનતા રેડ પાડવાની નોબત આવી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. વારંવારની ફરિયાદો છતાં બૂટલેગરો સામે આકરાં પગલાં ન લેવાતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે લોકોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો ગામ અને સીમ વિસ્તારમાં દારૂનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0