Morbi : નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ તાલુકા પોલીસ સ્ટેશનના ASI સબળસિંહ સસ્પેન્ડ, પોલીસમાં ફફડાટ

Mar 10, 2026 - 23:00
Morbi : નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ તાલુકા પોલીસ સ્ટેશનના ASI સબળસિંહ સસ્પેન્ડ, પોલીસમાં ફફડાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબીમાં રેન્જ આઈજીની મુલાકાત બાદ પોલીસ તંત્રમાં કડક કાર્યવાહી શરૂ થતાં અધિકારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરજમાં બેદરકારી દાખવવાના કારણે એક ASIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ASI સબળસિંહ સોલંકી સામે કાર્યવાહી 

માહિતી મુજબ રેન્જ આઇજી નિર્લીપ્ત રાયની મોરબી મુલાકાત બાદ પોલીસ વિભાગમાં કામકાજની ગંભીરતાથી સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન ફરિયાદ નોંધવામાં મોડી દાખલ કરી જવાબદારી ન નિભાવાના કારણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI સબળસિંહ સોલંકી સામે કાર્યવાહી કરવામાં આવી છે.

સબળસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવાનો આદેશ

આ મામલે એસપી મુકેશ પટેલે ફરજમાં બેદરકારી દાખવવા બદલ ASI સબળસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસ સુત્રો દ્વારા જણાવાયું છે કે ફરિયાદ નોંધવામાં વિલંબ અને પ્રાથમિક કામગીરીમાં ઉદાસીનતા રાખવી ગંભીર બાબત માનવામાં આવે છે. રેન્જ આઈજીની મુલાકાત બાદ પોલીસ તંત્રને સ્પષ્ટ સંદેશ

રેન્જ આઈજીની મુલાકાત બાદ પોલીસ તંત્રને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદો અને વ્યવસ્થાના મામલામાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. પોલીસ તંત્રમાં ફફડાટ

આ કાર્યવાહી બાદ મોરબી પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને ફફડાટ ફેલાયો છે.


આ પણ વાંચો---      New Delhi : ગુજરાતને લઇને PM નિવાસસ્થાને મળી બેઠક, ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ તથા ડે.સીએમ હર્ષ સંઘવી રહ્યા હાજર

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0