Morbi Palika Election 2025 : વાંકાનેર અને માળીયામાં યોજાશે તાલુકા પંચાયતની ચૂંટણી
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી શાખા દ્વારા આજે રાજ્યની અલગ અલગ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી મધ્યસત્ર ચૂંટણી તેમજ ખાલી પડેલી બેઠક ભરવા પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં મોરબી જિલ્લાની બે નગર પાલિકાનો સમાવેશ થાય છે, જેમાં હળવદ નગર પાલિકામાં સામાન્ય ચૂંટણી જયારે વાકાનેર નગર પાલિકામાં મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. આ ઉપરાંત માળિયા મિયાણા પાલિકાના બે વોર્ડની અને માળિયા તાલુકા પંચાયતની સરવડ બેઠક અને વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠકની પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે હળવદમાં ગટરની વધારે સમસ્યા છે હળવદમા નગરપાલિકાની ચૂંટણીમાં શહેરીજનોને વિવિધ સુવિધાઓ વિશે ભાજપનાં શહેર પ્રમુખ તપનભાઈ દવે અને કોંગ્રેસ શહેર પ્રમુખ શૈલેષભાઈ દવેએ શહેરીજનોની સુખાકારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.હળવદ શહેરમાં ઉભરતી ગટર, રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટ વિશે લોકોને ખાસ તકલીફો પડી રહી છે અને તેમાં પણ ગત ચુંટણીમાં ભાજપને 7 વોર્ડમાં જીત મેળવી હતી અને કોંગ્રેસે એક વોર્ડમાં જીત મેળવી હતી અને ભાજપની સત્તા રહી હતી. મોરબી ભાજપના પ્રમુખનો દાવો આ નગરપાલિકાની ચૂંટણીમાં શહેરીજનોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં માટે શહેર ભાજપનાં પ્રમુખ તપનભાઈ દવેએ 70 વર્ષમાં વિકાસ ના થયો હોય તેનાં સરખામણીમાં 15 વર્ષમાં વિકાસ થયો છે નગરપાલિકાની સભ્યો પ્રમાણિક હોય તેવી પસંદગીઓ કરાશે સાથે 7 વોર્ડના 28 સભ્યો જીતશે તેવો દાવો કર્યો છે. વાંકાનેરમાં ગેરકાયદેસર દબાણોની વધુ સમસ્યા વાંકાનેરમાં દાણપીઠ અને મિલ પ્લોટમાં ગેર કાયદેસર દબાણની સમસ્યા વધુ રહી છે,તંત્રએ ગેરકાયદેસર દબણો તો દૂર કર્યા છે સાથે સાથે રોડ પર લારી-ગલ્લાઓના દબાણ હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ રહેતી હોય છે,ત્યારે શહેરીજનોની માંગ છે કે આ વખતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ કોને મત આપવો એ નક્કી નથી પરંતુ જે ઉમેદવારે કામ કર્યુ હશે અથવા તો નવા હશે તેને પહેલી પસંદગી મતમાં આપવામાં આવશે. હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખે શું કહ્યું હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ દવેએ 7 વોર્ડમાં 28 સદસ્યો સાથે તમામ વોર્ડ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને રોડ રસ્તા ગટરના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું તેવું જણાવ્યું હતું ચૂંટણી અંગેનો કાર્યક્રમ તા.ર૧ જાન્યુઆરી-ર૦રપ - આદર્શ આચારસંહિતા લાગુ તા.ર૭ જાન્યુઆરી-ર૦રપ - ચૂંટણી અંગેનું જાહેરનામું તા.૦૧ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારીપત્ર રજૂ કરવાની અંતિમ તારીખ તા.૦૩ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારીપત્ર ચકાસણી તા.૦૪ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારી પરત ખેંચવાની તારીખ તા.૧૬ ફેબ્રુઆરી-ર૦રપ - સવારે ૭-૦૦થી ૬-૦૦ મતદાન તા.૧૭ ફેબ્રુઆરી-ર૦રપ - જરૂર પડે પુનઃ મતદાન તા.૧૮ ફેબ્રુઆરી-ર૦રપ - સવારે ૯-૦૦ કલાકથી નિર્ધારીત સ્થળે મત ગણતરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી શાખા દ્વારા આજે રાજ્યની અલગ અલગ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી મધ્યસત્ર ચૂંટણી તેમજ ખાલી પડેલી બેઠક ભરવા પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં મોરબી જિલ્લાની બે નગર પાલિકાનો સમાવેશ થાય છે, જેમાં હળવદ નગર પાલિકામાં સામાન્ય ચૂંટણી જયારે વાકાનેર નગર પાલિકામાં મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. આ ઉપરાંત માળિયા મિયાણા પાલિકાના બે વોર્ડની અને માળિયા તાલુકા પંચાયતની સરવડ બેઠક અને વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠકની પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે
હળવદમાં ગટરની વધારે સમસ્યા છે
હળવદમા નગરપાલિકાની ચૂંટણીમાં શહેરીજનોને વિવિધ સુવિધાઓ વિશે ભાજપનાં શહેર પ્રમુખ તપનભાઈ દવે અને કોંગ્રેસ શહેર પ્રમુખ શૈલેષભાઈ દવેએ શહેરીજનોની સુખાકારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.હળવદ શહેરમાં ઉભરતી ગટર, રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટ વિશે લોકોને ખાસ તકલીફો પડી રહી છે અને તેમાં પણ ગત ચુંટણીમાં ભાજપને 7 વોર્ડમાં જીત મેળવી હતી અને કોંગ્રેસે એક વોર્ડમાં જીત મેળવી હતી અને ભાજપની સત્તા રહી હતી.
મોરબી ભાજપના પ્રમુખનો દાવો
આ નગરપાલિકાની ચૂંટણીમાં શહેરીજનોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં માટે શહેર ભાજપનાં પ્રમુખ તપનભાઈ દવેએ 70 વર્ષમાં વિકાસ ના થયો હોય તેનાં સરખામણીમાં 15 વર્ષમાં વિકાસ થયો છે નગરપાલિકાની સભ્યો પ્રમાણિક હોય તેવી પસંદગીઓ કરાશે સાથે 7 વોર્ડના 28 સભ્યો જીતશે તેવો દાવો કર્યો છે.
વાંકાનેરમાં ગેરકાયદેસર દબાણોની વધુ સમસ્યા
વાંકાનેરમાં દાણપીઠ અને મિલ પ્લોટમાં ગેર કાયદેસર દબાણની સમસ્યા વધુ રહી છે,તંત્રએ ગેરકાયદેસર દબણો તો દૂર કર્યા છે સાથે સાથે રોડ પર લારી-ગલ્લાઓના દબાણ હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ રહેતી હોય છે,ત્યારે શહેરીજનોની માંગ છે કે આ વખતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ કોને મત આપવો એ નક્કી નથી પરંતુ જે ઉમેદવારે કામ કર્યુ હશે અથવા તો નવા હશે તેને પહેલી પસંદગી મતમાં આપવામાં આવશે.
હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખે શું કહ્યું
હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ દવેએ 7 વોર્ડમાં 28 સદસ્યો સાથે તમામ વોર્ડ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને રોડ રસ્તા ગટરના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું તેવું જણાવ્યું હતું
ચૂંટણી અંગેનો કાર્યક્રમ
તા.ર૧ જાન્યુઆરી-ર૦રપ - આદર્શ આચારસંહિતા લાગુ
તા.ર૭ જાન્યુઆરી-ર૦રપ - ચૂંટણી અંગેનું જાહેરનામું
તા.૦૧ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારીપત્ર રજૂ કરવાની અંતિમ તારીખ
તા.૦૩ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારીપત્ર ચકાસણી
તા.૦૪ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારી પરત ખેંચવાની તારીખ
તા.૧૬ ફેબ્રુઆરી-ર૦રપ - સવારે ૭-૦૦થી ૬-૦૦ મતદાન
તા.૧૭ ફેબ્રુઆરી-ર૦રપ - જરૂર પડે પુનઃ મતદાન
તા.૧૮ ફેબ્રુઆરી-ર૦રપ - સવારે ૯-૦૦ કલાકથી નિર્ધારીત સ્થળે મત ગણતરી