Morbi News : મોરબીના વાંકાનેરમાં યુવકની હત્યા કરનાર સગીર સહિત 5 આરોપીને પોલીસે ઝડપી પાડયા

Oct 24, 2025 - 10:30
Morbi News : મોરબીના વાંકાનેરમાં યુવકની હત્યા કરનાર સગીર સહિત 5 આરોપીને પોલીસે ઝડપી પાડયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

યુવકના બે મિત્રોને પણ ઇજા પહોંચાડી હતી. આ ઘટનામાં વાંકાનેર સિટી પોલીસે ગણતરીની કલાકોમાં પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે. મોરબી જિલ્લામાં દિવાળીના તહેવારની ઝગમગાટ વચ્ચે મનદુઃખ ભુલાવા માટે સમાધાન માટે એકઠા થયેલા મિત્રોએ મિત્રને છરીનાં ઘા ઝીંકી દીધા હતા અને આખરે મનદુઃખ ભુલાવા ભેગાં થયેલાં મિત્રોને જેલમાં દિવાળી અને નવાં વર્ષની જેલમાં ઉજવણી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

જૂના ઝઘડાની અદાવત રાખીને હત્યા કરી હતી

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં મીટ્ટીકુલ કારખાનાની સામે રહેતા ધ્રુવ પ્રફુલભાઈ કેરવાડિયા ઉ.20 નામના યુવકના પાડોશમા રહેતા વિપુલ દિનેશભાઇ સાથલીયાને આરોપીઓ સાથે ઝઘડો થયો હોય ધ્રુવ પ્રફુલભાઇ કેરવાડીયા સમજાવવા જતા આરોપી સાહીલ દિનેશભાઇ વિંજવાડીયા, રૂત્વિક જગદિશભાઇ સારલા,અનીલ રમેશભાઇ મકવાણા,સંજય ઉર્ફે કાનો દિનેશભાઇ દેગામા અને કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોરે ધ્રુવને છરીના ઘા ઝીકી દેતા મૃત્યુ નીપજ્યું હતું.

આરોપીઓ છટકી જાય તે પહેલા તેમની ધરપકડ કરવામાં આવી

હત્યાના આ બનાવ અંગે મૃતક ધ્રુવના પિતા પ્રફુલભાઇ કેશુભાઇ કેરવાડીયાએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમો મુજબ ગુનો નોંધી પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે દિવાળી અને બેસતા વર્ષમાં જુનાં મનદુઃખ ભુલી અને નવાં વર્ષની શુભેચ્છાઓ પાઠવવાની સમાધાનની મંત્રણા વચ્ચે માથાકૂટમાં સમાધાન કરાવવા ગયેલાં યુવાનની હત્યા થઈ છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0