Morbi: જુના માલણીયાદ પાસે ભારે વરસાદથી રસ્તાનું ધોવાણ, મુખ્ય માર્ગ બંધ થતાં વાહનચાલકો ત્રસ્ત

Aug 3, 2026 - 20:30
Morbi: જુના માલણીયાદ પાસે ભારે વરસાદથી રસ્તાનું ધોવાણ, મુખ્ય માર્ગ બંધ થતાં વાહનચાલકો ત્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબી અને આસપાસના પંથકમાં પડેલા સાર્વત્રિક ભારે વરસાદના કારણે ગ્રામીણ માર્ગો પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે. ધાંગધ્રાથી કુડા અને ટીકર ગામને જોડતો મુખ્ય માર્ગ જુના માલણીયાદ ગામ નજીક ભારે વરસાદી પાણીના વહેણમાં ધોવાઈ ગયો છે.

ભારે વરસાદના કારણે ગ્રામીણ માર્ગો પર તેની ગંભીર અસર


ભારે વરસાદના કારણે રોડ ધોવાઈ ગયો 

રસ્તાનું ધોવાણ થવાના કારણે માર્ગ વચ્ચે મોટું ગાબડું પડી ગયું છે, જેના પગલે ધાંગધ્રા અને ટીકર વચ્ચેનો સીધો સંપર્ક તૂટી ગયો છે. રોજબરોજ ધાંગધ્રા કે ટીકર તરફ નોકરી, ધંધા કે આવશ્યક કામકાજ અર્થે જતા સો સેંકડો વાહનચાલકો અને મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.માર્ગ ધોવાણ ઉપરાંત આસપાસના સીમ વિસ્તારો અને ખેતરોમાં પણ વરસાદી પાણી ફરી વળતાં ધોવાણની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

ખેડૂતોની કફોડી સ્થિતિ

રસ્તો બંધ થવાના કારણે ખાસ કરીને જુના માલણીયાદ અને એજાર ગામના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પોતાના જ ખેતરોમાં વાવણી અને ખેતીકામ કરવા માટે ખેડૂતોને કાદવ-કીચડ વચ્ચેથી 20 કિલોમીટર જેટલો લાંબો ચકરાવો ફરીને જવું પડી રહ્યું છે, જેનાથી સમય અને બળતણનો મોટો વ્યય થઈ રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક માર્ગ અને મકાન વિભાગ (R&B) તેમજ સંબંધિત તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે માર્ગ પર તાત્કાલિક પથ્થર અને મેટલ પૂરાણ કરી રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, જેથી વાહનવ્યવહાર શક્ય તેટલો ઝડપથી પૂર્વવત કરી શકાય.

આ પણ વાંચો:  Amreli: ધારીમાં જૂના છતડીયા ફાટક નજીક સિંહોની ટોળી ટ્રેક પર આવતાં પાઇલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક મારી ટ્રેન થંભાવી દીધી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0