Morbiના ધૂળકોટ ગામે વરસાદે ખેતરમાં તૈયાર થયેલા પાકનું ખેદાન-મેદાન કર્યુ

મોરબીના ધૂળકોટ ગામમાં વરસાદથી તારાજી સંદેશ ન્યૂઝ પહોંચ્યું ધૂળકોટ ગામની સીમમાં ડેમી નદીના પાણીએ ધૂળકોટ ગામે વિનાશ વેર્યો મોરબીમાં બે દિવસમાં વરસેલા ભારે વરસાદે ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પાણી ફેરવી નાખ્યું છે,આ પાક તૈયાર થયેલો હતો અને તેની પર પાણી ફરી વળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે,ખેડૂતોનું કહેવું છે કે,10 હજાર વીઘાની જમીનમાં પાક તૈયાર કરવામાં આવ્યો હતો અને તેના પર વરસાદી આફતે નુકસાન વેતર્યું છે,ખેડૂતોનું કહેવું છે કે,સમગ્ર જિલ્લાના ખેડૂતોની આવી હાલત છે. ખેતીને વધુ નુકસાન નદી પરના પુલની સેફટી દીવાલ ધરાશાયી થતા લોકોના જીવ પણ જોખમમાં મૂકાય એવી સ્થિતિનું સર્જન થયું છે. 8 ગામડાઓને જોડતો રસ્તો જોખમી બન્યો છે.5 વર્ષમાં દીવાલ ત્રીજીવાર ધસી પડતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે,ખેતીમાં 10 હજાર વિઘાનો પાક નિષ્ફળ થવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે.વધુ પાણી ભરાતા કપાસનો પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે,ભારે વરસાદને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ડેમી નદીના પાણી ફરી વળ્યા ગામમાં અને ખેતરમાં મોરબીમાં ડેમી નદીના પાણી ગામમાં અને ખેતરોમાં ફરી વળ્યા છે જેના કારણે જન જીવન પર તેની માઠી અસર જોવા મળી છે.કોયલી,ગજડી સહિતના સાતથી આઠ ગામને જોડતો રસ્તો જોખમી બન્યો છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.5 વર્ષમાં આ જ દીવાલ ત્રીજીવાર ધસી પડતા ગ્રામજનોમાં રોષ છે.બીજી તરફ તાત્કાલિક રસ્તો રીપેર કરવા ખેડૂતોએ માગ કરી છે. વીજપુરવઠો ફરી શરૂ કરવા કામગીરી શરૂ મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે વીજ તાર તૂટવાના અને વીજપોલ ધરાશાઇ થવાના પગલે જિલ્લાના કેટલાક ફીડરો હેઠળના સ્થળોએ વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો હતો. હાલ મોરબી પીજીવીસીએલની 58 ટીમ અને 38 ખાનગી કોન્ટ્રાકટર ટીમ એક્ટીવ બની હતી. ચાલુ વરસાદે પણ પીજીવીસીએલના કર્મચારીઓ વીજ પુરવઠો ચાલુ રહે કામગીરી ચાલી રહી છે. મોરબી સર્કલ વિસ્તારમાં અત્યાર સુધીમાં 97 વીજ પોલ અને 8 ટ્રાન્સફોર્મર ઉભા કરવામાં આવ્યા છે. 

Morbiના ધૂળકોટ ગામે વરસાદે ખેતરમાં તૈયાર થયેલા પાકનું ખેદાન-મેદાન કર્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોરબીના ધૂળકોટ ગામમાં વરસાદથી તારાજી
  • સંદેશ ન્યૂઝ પહોંચ્યું ધૂળકોટ ગામની સીમમાં
  • ડેમી નદીના પાણીએ ધૂળકોટ ગામે વિનાશ વેર્યો

મોરબીમાં બે દિવસમાં વરસેલા ભારે વરસાદે ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પાણી ફેરવી નાખ્યું છે,આ પાક તૈયાર થયેલો હતો અને તેની પર પાણી ફરી વળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે,ખેડૂતોનું કહેવું છે કે,10 હજાર વીઘાની જમીનમાં પાક તૈયાર કરવામાં આવ્યો હતો અને તેના પર વરસાદી આફતે નુકસાન વેતર્યું છે,ખેડૂતોનું કહેવું છે કે,સમગ્ર જિલ્લાના ખેડૂતોની આવી હાલત છે.

ખેતીને વધુ નુકસાન

નદી પરના પુલની સેફટી દીવાલ ધરાશાયી થતા લોકોના જીવ પણ જોખમમાં મૂકાય એવી સ્થિતિનું સર્જન થયું છે. 8 ગામડાઓને જોડતો રસ્તો જોખમી બન્યો છે.5 વર્ષમાં દીવાલ ત્રીજીવાર ધસી પડતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે,ખેતીમાં 10 હજાર વિઘાનો પાક નિષ્ફળ થવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે.વધુ પાણી ભરાતા કપાસનો પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે,ભારે વરસાદને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.


ડેમી નદીના પાણી ફરી વળ્યા ગામમાં અને ખેતરમાં

મોરબીમાં ડેમી નદીના પાણી ગામમાં અને ખેતરોમાં ફરી વળ્યા છે જેના કારણે જન જીવન પર તેની માઠી અસર જોવા મળી છે.કોયલી,ગજડી સહિતના સાતથી આઠ ગામને જોડતો રસ્તો જોખમી બન્યો છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.5 વર્ષમાં આ જ દીવાલ ત્રીજીવાર ધસી પડતા ગ્રામજનોમાં રોષ છે.બીજી તરફ તાત્કાલિક રસ્તો રીપેર કરવા ખેડૂતોએ માગ કરી છે.

વીજપુરવઠો ફરી શરૂ કરવા કામગીરી શરૂ

મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે વીજ તાર તૂટવાના અને વીજપોલ ધરાશાઇ થવાના પગલે જિલ્લાના કેટલાક ફીડરો હેઠળના સ્થળોએ વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો હતો. હાલ મોરબી પીજીવીસીએલની 58 ટીમ અને 38 ખાનગી કોન્ટ્રાકટર ટીમ એક્ટીવ બની હતી. ચાલુ વરસાદે પણ પીજીવીસીએલના કર્મચારીઓ વીજ પુરવઠો ચાલુ રહે કામગીરી ચાલી રહી છે. મોરબી સર્કલ વિસ્તારમાં અત્યાર સુધીમાં 97 વીજ પોલ અને 8 ટ્રાન્સફોર્મર ઉભા કરવામાં આવ્યા છે.