Morbiના આ ગામની શેરીઓ વીર સપૂતોના નામથી ઓળખાય છે,વાંચો Special Story

 માત્ર શિક્ષિત જ નહી પણ આવનાર પેઢી રાષ્ટ્રવાદી બને તેવો આ ગામનો ઉદ્દેશ્ય મોરબી જીલ્લાના ખાનપર ગામ દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો બાળકોની નજર સામે ફિલ્મી સિતારાના બદલે દેશના મહાપુરુષો રહે તેવો કરાયો પ્રયાસ મોરબી તાલુકાનું ૩૬૦૦ ની વસ્તી ધરાવતું ખાનપર ગામ જ્યાં ૨૭ જેટલી શેરીઓ આવેલી છે અને દરેક શેરી દેશના વીર સપૂતોના નામ સાથે સાંકળી લેવામાં આવી છે જે હવે સરદાર પટેલ માર્ગ,સ્વામી દયાનંદ માર્ગ,વીર ભામાશા માર્ગ,સ્વામી વિવેકાનંદ માર્ગ,છત્રપતિ શિવાજી માર્ગ , મહારાણા પ્રતાપ માર્ગ શ્યામજી કૃષ્ણ વર્મા માર્ગ અને સુભાષચન્દ્ર બોઝ માર્ગના નામે ઓળખાય છે. આ ગામ અનોખુ છે આ ઉપરાંત ગામના દરેક ચોકને પણ દેશના મહાન સપૂતોના નામ આપવામાં આવ્યા છે.ગામમાં રાષ્ટ્રભાવના સાથે જોડાયેલા ૯૦ યુવાનોના ગ્રુપ દ્વારા આ ખર્ચ કરીને ગામની આવનારી પેઢીને દેશના વીર સપૂતો યાદ રહે તેમજ તેમના જીવનમાંથી પ્રેરણા મળતી રહે એ માટે ગામની શેરીઓને આવા નામ આપવામાં આવ્યા છે,આ ઉપરાંત આ ગ્રુપની મહેનતના લીધે કોરોનામાં એક પણ ગામના વ્યક્તિનું મોત થયું નથી તો ગામમાં પર્યાવરણ સુધારવા માટે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન વારંવાર આ ગ્રુપના યુવાનો દ્વારા કરવામાં આવે છે. કોરોના કાળમાં પણ સારૂ કામ કર્યુ સારા ગુણ આવનારી પેઢીમાં આવે એવા શુભ આશય સાથે ખાનપર ગામની શેરી શેરી અને ચોક ચોક દેશના વીર સપૂતોના નામથી વણી લેવામાં આવી છે અને એ પણ ગામના રાષ્ટ્રસેના નામના ગ્રુપના યુવાનો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે.ખાનપર ગામમાં જુદા જુદા સમાજના લોકોની વસ્તી છે અને ગામના વિવિધ સમાજના ૯૦ જેટલા યુવાનોએ ચારેક વર્ષ પહેલા રાષ્ટ્રસેના નામના ગ્રુપની રચના કરી હતી કોરોના કાળમાં ગામમાં ઉકાળા અન હોસ્પિટલની જરૂરિયાત જેવા સમયે આ ગ્રુપ દ્વારા સમગ્ર ગામના આરોગ્ય માટે પંચાયતની સાથે રહી ને ખુબ જ સારું કામ કર્યું હતું. ગામમાંથી ઉઘરાવાય છે ફાળો આ ગ્રુપ દ્વારા દર મહીને દરેક સભ્ય પાસેથી ૫૦ રૂપિયા ફાળો લેવામાં આવે છે જે પૈસા થકી ગામ માં સ્વચ્છતા અભિયાન , વૃક્ષારોપણ જેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે આ ગ્રુપ દ્વારા જ ગામની આવનારી પેઢી પણ દેશ ના મહાનાયકો અને સપુતોને ભૂલી ના જાય તેમજ ખોટા રસ્તે ચડવાના બદલે દેશના સાચા હીરોના જીવનમાંથી પ્રેરણા લે એવા આશય સાથે ગામની દરેક શેરીના નામકરણ મહાપુરુષોના નામથી કરવાનો નિર્ણય કરીને આ ગામના રાષ્ટ્રપ્રેમી બનાવવાની દિશામાં પહેલ કરી હતી.આ ગ્રુપની પ્રવૃતિઓએ ગ્રામ પંચાયતની કામગીરી ખુબ હળવી કરી નાખી છે ગ્રામ પંચાયત પણ યુવાનો ની પ્રવૃતિઓના ભરપેટ વખાણ કરી રહી છે. દેશના ઈતિહાસની ઝાંખી આજની યુવાપેઢી ફિલ્મી સિતારા અને પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભવિત થઇને વ્યાસનોના રવાડે ચડી રહ્યા છે તેવા સમયે ખાનપર ગામના યુવાનોના રાષ્ટ્રસેના ગ્રુપ દ્વારા તેમના પોકેટમની માંથી દર મહીને ૫૦ રૂપિયા ગામના વિકાસ અને રાષ્ટ્રભાવના માટે કાઢવામાં આવી રહ્યા છે આ ગ્રુપ ના યુવાનો ના લીધે જ આ ગામ માં પ્રવેશતાની સાથે જ આપોઆપ દેશના ઈતિહાસની ઝાંખી સાથે મહાન સપૂતોના જીવન ચરિત્ર યાદ આવે અને ગામની આવનારી પેઢીને રાષ્ટ્ર પ્રેમની એક સાચી દિશા મળે એવા પ્રયાસો ગામ માટે આશીર્વાદ રૂપ સાબિત થવાના છે.

Morbiના આ ગામની શેરીઓ વીર સપૂતોના નામથી ઓળખાય છે,વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  •  માત્ર શિક્ષિત જ નહી પણ આવનાર પેઢી રાષ્ટ્રવાદી બને તેવો આ ગામનો ઉદ્દેશ્ય
  • મોરબી જીલ્લાના ખાનપર ગામ દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો
  • બાળકોની નજર સામે ફિલ્મી સિતારાના બદલે દેશના મહાપુરુષો રહે તેવો કરાયો પ્રયાસ

મોરબી તાલુકાનું ૩૬૦૦ ની વસ્તી ધરાવતું ખાનપર ગામ જ્યાં ૨૭ જેટલી શેરીઓ આવેલી છે અને દરેક શેરી દેશના વીર સપૂતોના નામ સાથે સાંકળી લેવામાં આવી છે જે હવે સરદાર પટેલ માર્ગ,સ્વામી દયાનંદ માર્ગ,વીર ભામાશા માર્ગ,સ્વામી વિવેકાનંદ માર્ગ,છત્રપતિ શિવાજી માર્ગ , મહારાણા પ્રતાપ માર્ગ શ્યામજી કૃષ્ણ વર્મા માર્ગ અને સુભાષચન્દ્ર બોઝ માર્ગના નામે ઓળખાય છે.

આ ગામ અનોખુ છે

આ ઉપરાંત ગામના દરેક ચોકને પણ દેશના મહાન સપૂતોના નામ આપવામાં આવ્યા છે.ગામમાં રાષ્ટ્રભાવના સાથે જોડાયેલા ૯૦ યુવાનોના ગ્રુપ દ્વારા આ ખર્ચ કરીને ગામની આવનારી પેઢીને દેશના વીર સપૂતો યાદ રહે તેમજ તેમના જીવનમાંથી પ્રેરણા મળતી રહે એ માટે ગામની શેરીઓને આવા નામ આપવામાં આવ્યા છે,આ ઉપરાંત આ ગ્રુપની મહેનતના લીધે કોરોનામાં એક પણ ગામના વ્યક્તિનું મોત થયું નથી તો ગામમાં પર્યાવરણ સુધારવા માટે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન વારંવાર આ ગ્રુપના યુવાનો દ્વારા કરવામાં આવે છે.


કોરોના કાળમાં પણ સારૂ કામ કર્યુ

સારા ગુણ આવનારી પેઢીમાં આવે એવા શુભ આશય સાથે ખાનપર ગામની શેરી શેરી અને ચોક ચોક દેશના વીર સપૂતોના નામથી વણી લેવામાં આવી છે અને એ પણ ગામના રાષ્ટ્રસેના નામના ગ્રુપના યુવાનો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે.ખાનપર ગામમાં જુદા જુદા સમાજના લોકોની વસ્તી છે અને ગામના વિવિધ સમાજના ૯૦ જેટલા યુવાનોએ ચારેક વર્ષ પહેલા રાષ્ટ્રસેના નામના ગ્રુપની રચના કરી હતી કોરોના કાળમાં ગામમાં ઉકાળા અન હોસ્પિટલની જરૂરિયાત જેવા સમયે આ ગ્રુપ દ્વારા સમગ્ર ગામના આરોગ્ય માટે પંચાયતની સાથે રહી ને ખુબ જ સારું કામ કર્યું હતું.


ગામમાંથી ઉઘરાવાય છે ફાળો

આ ગ્રુપ દ્વારા દર મહીને દરેક સભ્ય પાસેથી ૫૦ રૂપિયા ફાળો લેવામાં આવે છે જે પૈસા થકી ગામ માં સ્વચ્છતા અભિયાન , વૃક્ષારોપણ જેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે આ ગ્રુપ દ્વારા જ ગામની આવનારી પેઢી પણ દેશ ના મહાનાયકો અને સપુતોને ભૂલી ના જાય તેમજ ખોટા રસ્તે ચડવાના બદલે દેશના સાચા હીરોના જીવનમાંથી પ્રેરણા લે એવા આશય સાથે ગામની દરેક શેરીના નામકરણ મહાપુરુષોના નામથી કરવાનો નિર્ણય કરીને આ ગામના રાષ્ટ્રપ્રેમી બનાવવાની દિશામાં પહેલ કરી હતી.આ ગ્રુપની પ્રવૃતિઓએ ગ્રામ પંચાયતની કામગીરી ખુબ હળવી કરી નાખી છે ગ્રામ પંચાયત પણ યુવાનો ની પ્રવૃતિઓના ભરપેટ વખાણ કરી રહી છે.


દેશના ઈતિહાસની ઝાંખી

આજની યુવાપેઢી ફિલ્મી સિતારા અને પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભવિત થઇને વ્યાસનોના રવાડે ચડી રહ્યા છે તેવા સમયે ખાનપર ગામના યુવાનોના રાષ્ટ્રસેના ગ્રુપ દ્વારા તેમના પોકેટમની માંથી દર મહીને ૫૦ રૂપિયા ગામના વિકાસ અને રાષ્ટ્રભાવના માટે કાઢવામાં આવી રહ્યા છે આ ગ્રુપ ના યુવાનો ના લીધે જ આ ગામ માં પ્રવેશતાની સાથે જ આપોઆપ દેશના ઈતિહાસની ઝાંખી સાથે મહાન સપૂતોના જીવન ચરિત્ર યાદ આવે અને ગામની આવનારી પેઢીને રાષ્ટ્ર પ્રેમની એક સાચી દિશા મળે એવા પ્રયાસો ગામ માટે આશીર્વાદ રૂપ સાબિત થવાના છે.