Ahmedabadમાં સ્વાદના ચટાકીયાઓ માટે વિસરાતી વાનગીઓના સાત્ત્વિક મહોત્સવની શરૂઆત થઈ

Dec 29, 2024 - 15:30
Ahmedabadમાં સ્વાદના ચટાકીયાઓ માટે વિસરાતી વાનગીઓના સાત્ત્વિક મહોત્સવની શરૂઆત થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં વિસરાતી વાનગીઓના સાત્ત્વિક મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે આ ફૂડ ફેસ્ટિવલ 31 ડિસેમ્બર સુધી ચાલશે અને આ સાત્ત્વિક ફૂડ ફેસ્ટિવલમાં 400 વાનગીઓ જોવા મળશે સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોની વિસરાતી વાનગીઓ અહીંયા ખાવા મળશે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીની તમામ પ્રખ્યાત અને વિસરાયેલી વાનગીઓનો રસથાળ એક જ સ્થળે મળશે.

વિવિધ રાજયોનો સ્વાદ માણવા મળશે

ગુજરાતીઓ ખાવા પીવામાં હંમેશા અવ્વલ નંબર પર હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સૃષ્ટિ સંસ્થા દ્વારા સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 400 થી વધુ વાનગીઓનો રસથાળ છે તે સ્વાદ રસિકો માટે પીરસવામાં આવશે સાત્વિક ફેસ્ટિવલમાં 40થી વધુ સ્ટોલ જેમાં વિસરાતી વાનગીઓ રસથાળ પીરસવામાં આવ્યો છે જેમાં નાગાલેન્ડ, ગુજરાત, મણીપુર, જમ્મુ કશ્મીર, સિક્કિમ, રાજસ્થાન મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, ઉતરાખંડ અને બિહારની ઓથેન્ટિક વાનગીઓનો સ્વાદ માણી શકશે.

અમદાવાદીઓ ઉમટયા ખાવા

વિવિધ પ્રકારના ભોજનમાં, લીલી હળદરનું શાક, પાંચ ધાન્યનો રોટલો, સાત ધાન્યનો ખીચડો, ખજૂરનું શાક, લીલા ચણાનું શાક, રીંગણનો ઓળો અને બાજરી, મકાઈ જુવારના રોટલા, સુરતી ઉંબાડિયું, ખજૂર અંજીરની વેઢમી, જુવાર પોંખની ટિક્કી જેવી વાનગીઓ અહીંયા પીરસવામાં આવશે તો વળી પાલકની જલેબી અને ઊંધિયું પુરીએ તો લોકોને દાઢે વળી ગયા છે.વિસરાતી વાનગીઓનો સાત્ત્વિક મહોત્સવ શરૂ થયાની સાથે જ ભારે ભીડ જામી ગઈ છે.


ટ્રેડિશનલ ટચ

અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી અને વિદેશથી પણ કેટલાક લોકો અવનવી વાનગીનો સ્વાદ માણવા આવ્યા હતા.અહીંયા બનાવવામાં આવતી વાનગીઓમાં તેલ, ઘી, મસાલા, દૂધ જેવા પદાર્થો શુદ્ધ વાપરવામાં આવે છે સાથે જ ઘી માંથી બનતી વાનગીઓ માટે માત્ર ગાયનું ઘી વાપરવામાં આવે છે તો વળી માખણ વાપરવાનું થાય ત્યારે માત્ર સફેદ માખણ જ વાપરવામાં આવે છે બજારમાં મળતું પ્રોસેસ્ડ માખણ વાપરવાની સખત મનાઈ છે જેથી દરેક વાનગીમાં એક ટ્રેડિશનલ ટચ પણ મળે છે.

ગામડાનું જોવા મળ્યું કલ્ચર

સાત્વિક ફૂડ ફેસ્ટિવલ એ ગામડાના ગરીબ લોકોના સમૃદ્ધ આહાર વારસાને વાચા આપે છે શહેરના લોકો પાસે પૈસા ભલે હોય, પરંતુ તેમાં આહારની વિવિધતા નથી જ્યારે ગામડાના લોકો પાસે પૈસા નથી પરંતુ તેમનો ખોરાક સમૃદ્ધ છે આહાર વિવિધતા, જૈવ વિવિધતાની ઉજવણીનો આ મહોત્સવ છે અહીં ગરમ વાનગીઓના સ્ટોલમાં મેદો, ચીઝ, પનીર, સોડા, કોઈપણ પ્રકારના ફૂડ પ્રિઝર્વેટીવ, માયોનીજ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો નથી સંપૂર્ણ સાત્વિક પદાર્થો વડે વાનગીઓ બને તે માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ પ્રકારના ફૂડ ફેસ્ટિવલ આપડા કલ્ચરને જાળવી રાખવામાં મદદ રૂપ બની રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0