Monsoon 2026 : સુરતમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ: ખાડી ઓવરફ્લો થતાં કમરસમા પાણી, લોકોને સામાન ખસેડવા સૂચના, Video
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરમાં સતત વરસી રહેલા તોફાની વરસાદના કારણે પૂર જેવી વિકટ સ્થિતિ નિર્માણ પામી છે. શહેરમાં મેઘતાંડવના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે.
મુખ્ય ખાડીઓ ઓવરફ્લો થવાની શરૂઆત
મુસળધાર વરસાદથી શહેરની મુખ્ય ખાડીઓ ઓવરફ્લો થવાની શરૂઆત થઈ જતાં વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા તમામ વિસ્તારોમાં રેડ અલર્ટ અને ચેતવણીની સૂચનાઓ જાહેર કરી દેવામાં આવી છે.
નાગસેન નગરમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા
વરસાદી પાણીના સતત આવરાના કારણે પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેન નગરમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ અને ઘરોમાં પાણી ફરી વળતા સ્થાનિક રહીશોની હાલત કફોડી બની છે.
માલ-સામાન તાત્કાલિક ખસેડવા સૂચના
તંત્ર દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને નાગસેનનગર અને આસપાસના નીચાણવાળા વિસ્તારના લોકોને પોતાના ઘરનો કિંમતી માલ-સામાન તાત્કાલિક સુરક્ષિત અને ઊંચાણવાળા સ્થળે ખસેડી લેવા માટે કડક આદેશ અને સૂચનાઓ જારી કરવામાં આવી છે.
https://youtu.be/jqxf6_mgAK4
અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનિટરિંગ
સુરત મહાનગરપાલિકા અને આપત્તિ વ્યવસ્થાપન ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પાણીના ઝડપી નિકાલ માટે પંપિંગ સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા છે. વાહનચાલકો અને સ્થાનિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ ખાડી કિનારાના વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Monsoon 2026 : સુરતમાં વહેલી સવારથી તોફાની વરસાદ: કોઝવે ઓવરફ્લો, ઉધના ગરનાળું ગરકાવ અને અંબિકા નદીમાં પૂરથી 'રેડ એલર્ટ', Video
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

