Monsoon 2026: હવામાન વિભાગનું આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ, વડોદરાથી લઇને વાપી સુધી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચોમાસાની સીઝન જામતાની સાથે જ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યના નાગરિકો માટે અત્યંત મહત્વપૂર્ણ અને તાકીદનું 'નાઉકાસ્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ આઠ જિલ્લાઓમાં વરસાદ
આ નવીનતમ બુલેટિન અનુસાર, આગામી થોડા કલાકો સુધી દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ આઠ જિલ્લાઓમાં વાવાઝોડા જેવા તીવ્ર પવન સાથે અત્યંત ભારે વરસાદ ખાબકવાની દહેશત વ્યક્ત કરીને 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
આ જિલ્લાઓમાં આગાહી
હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ, સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આ નિર્ધારિત જિલ્લાઓમાં આકાશી આફત ત્રાટકી શકે છે. જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લામાં મેઘતાંડવ થવાની સંભાવનાને પગલે તંત્રને સ્ટેન્ડબાય રહેવા આદેશ અપાયા છે. આ ઉપરાંત આસપાસના આદિવાસી બેલ્ટ અને દરિયાકાંઠાના વિસ્તારો એવા નર્મદા, સુરત, તાપી, અને નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે. છેવાડાના વિસ્તારો વલસાડ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વજ્રઘાત જેવા વીજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer: છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો જૂન મહિનો કેમ રહ્યો ? હવે જુલાઈમાં શું થશે? તમારા પ્રશ્નના તમામ જવાબ વાંચો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

