Monsoon 2026 : ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ, 5 જિલ્લામાં યલો એલર્ટ, અમદાવાદ અને રાજકોટમાં ઝરમર વરસાદ, Video

Aug 11, 2026 - 08:30
Monsoon 2026 : ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ, 5 જિલ્લામાં યલો એલર્ટ, અમદાવાદ અને રાજકોટમાં ઝરમર વરસાદ, Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ચોમાસુ ફરી એકવાર પૂરબહારમાં ખીલ્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર જામી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજેતરની આગાહી મુજબ આજે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. હાલમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે.

રાજ્યમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે

હવામાન વિભાગની માહિતી અનુસાર, આજે રાજ્યમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ભારે પવનો સાથે આગામી કલાકોમાં કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે.

ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગે રાજ્યના 5 મહત્વપૂર્ણ જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદયપુર જિલ્લાનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાં તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

  


અમદાવાદ વહેલી સવારથી ઝરમર વરસાદ

આજે સવારથી જ રાજ્યના મુખ્ય શહેરોમાં મેઘરાજાએ હાજરી નોંધાવી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ શહેરમાં આકાશ વાદળછાયું રહ્યું છે અને ધીમી ધારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારના શ્યામલ, સોલા, બોડકદેવ, વસ્ત્રાપુર, નહેરુનગર, ધરણીધર, પાલડી અને વાસણા તેમજ પૂર્વ અને મધ્ય વિસ્તારના નારોલ, શાહઆલમ, ઇસનપુર અને દાણીલીમડા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી ઝાપટાં પડ્યા છે, જેના કારણે સવારના સમયે જ ઠંડક પ્રસરી ગઈ છે.રાજકોટમાં પણ મેઘમહેર

સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં પણ સવારથી જ ઝરમર વરસાદનું આગમન થયું છે. રૈયા ચોકડી, માધાપર ચોકડી અને રેસકોર્સ સહિતના મુખ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદને કારણે વાતાવરણ એકદમ આહ્લાદક બની ગયું છે અને નાગરિકોએ ગફલતભરી ગરમીથી રાહત અનુભવી છે.વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે

ચોમાસાની આ સક્રિય સિસ્ટમને કારણે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની પૂરી સંભાવના છે.  



    :    Surat : 'તમે અમારા સ્લેવ છો...' આ શબ્દોએ એક યુવાન ડોક્ટરનું જીવન છીનવી લીધું, હર્ષની કહાની તમને હચમચાવી દેશે

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0