Monsoon 2024: રાજ્યના 83 તાલુકામાં વરસાદ, ઉત્તર ગુજરાત થયું પાણી-પાણી
આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી રાજ્યના 83 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વિજાપુરમાં સાડા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ માણસામાં 3 ઈંચ વરસાદ, ડીસામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. દાંતીવાડા અને પ્રાંતિજ અઢી ઈંચ વરસાદ ખાબક્યો ત્યારે દાંતીવાડામાં અઢી ઈંચ વરસાદ, પ્રાંતિજમાં અઢી ઈંચ વરસાદ અને મહેસાણામાં પણ અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. પાલનપુરમાં બે ઈંચ, થરાદ અને મેઘરજમાં બે-બે ઈંચ વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લાના વિજાપુરમાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી વિજાપુરના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરની સહદેવ, ગંગોત્રી બંગ્લોઝ સોસાયટીની બહાર વરસાદી પાણી ભરાયા છે. ત્યારે ગોપીનાળામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે તો મામલતદાર કચેરી તરફ જવાનો માર્ગ પણ પાણીમાં ગરકાવ થયો છે. મહેસાણામાં 2 ઈંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા મહેસાણામાં 2 ઈંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. કાવેરી શાળાના પરિસરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે હાલમાં બાળકોને શાળામાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને વાલીઓ પણ બાળકોને લેવા શાળાએ પહોંચ્યા છે. શાળા આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. ધરોઈ ડેમમાં પાણીની આવકમાં પણ વધારો ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં પણ મોટો વધારો થયો છે. ડેમમાં 11,667 ક્યૂસેક પાણીની આવક થઈ છે અને ડેમમાં 62.79 ટકા પાણીનો જથ્થો નોંધાયો છે. હાલમાં ધરોઈ ડેમની સપાટીની વાત કરીએ તો તે 611.36 ફૂટ પર છે અને ડેમની કુલ સપાટી 622 ફૂટ છે. બહુચરાજીથી હારીજને જોડતો હાઈવે સતત ત્રીજા દિવસે પણ બંધ હાલતમાં બીજી તરફ બહુચરાજીથી હારીજને જોડતો હાઈવે ગઈકાલે સતત ત્રીજા દિવસે પણ બંધ હાલતમાં હતો અને હાઈવે બંધ રહેતાં આ વિસ્તારના 30થી વધુ ગામોના લોકોની કનેક્ટિવિટી અટકી પડી હતી. એક તરફ અંડર પાસ પાણીથી ભરાઈ ગયો છે તો બીજી તરફ સર્વિસ રોડ ઉપર ચાર ચાર ફૂટના ઉંડા ખાડા પડી ગયા છે, ત્યારે આ સ્થિતિમાં વાહનો ફસાઈ જવાની નોબત આવી છે. જો કે 3 દિવસથી હાઈવે બંધ હાલતમાં રહેતા રોજિંદા કામકાજ અર્થે નીકળતા લોકો પરેશાન થઈ રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી રાજ્યના 83 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વિજાપુરમાં સાડા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ માણસામાં 3 ઈંચ વરસાદ, ડીસામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે.