Modasaમાં પ્રેમ લગ્ન કરનાર યુવકને કેટલાક લોકોએ આપી તાલિબાની સજા

Sep 1, 2025 - 01:00
Modasaમાં પ્રેમ લગ્ન કરનાર યુવકને કેટલાક લોકોએ આપી તાલિબાની સજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અરવલ્લી જિલ્લાના મોડાસામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કરતી એક અત્યંત ચિંતાજનક ઘટના બની છે. અહીં એક યુવકને પ્રેમ લગ્ન કરવા બદલ તાલિબાની સજા આપવામાં આવી છે. કેટલાક અસામાજિક તત્વોએ યુવકને જાહેરમાં જૂતાનો હાર પહેરાવીને ઢસડીને માર માર્યો હતો. માર મારતાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપી વાયરલ થયો છે. જેનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.

પ્રેમ લગ્ન કરનાર યુવકને તાલિબાની સજા

આ ઘટના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં બની છે. વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે કેટલાક શખ્સો યુવકને જાહેરમાં અપમાનિત કરી રહ્યા છે તેમજ નિર્દયતાથી માર મારી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આસપાસ ઊભેલા લોકોએ યુવકને બચાવવાને બદલે વીડિયો ઉતારવામાં વ્યસ્ત હતા. કોઈએ પણ યુવકને મદદ કરવાનો પ્રયાસ કર્યો નહોતો.

યુવકની પત્નીએ કરી ન્યાયની માગ

આ ઘટના બાદ પીડિત યુવકની પત્નીએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને ન્યાયની માંગ કરી છે. તેણે પોલીસને આ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે. જાહેરમાં કાયદો હાથમાં લઈને ભય પેદા કરનારા આવા શખ્સો સામે પોલીસ શું પગલાં લેશે તે જોવું રહ્યું. આ પ્રકારની ઘટનાઓ સમાજમાં સહિષ્ણુતા અને કાયદાના શાસન પર પ્રશ્નો ઊભા કરે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0