Modasaના મેઘરજ રોડ પર દેશી દારૂની પોટલીઓ ભરેલી જીપે બે મોપેડને લીધા અડફેટે, અકસ્માત બાદ ચાલક થયો ફરાર

Jul 19, 2026 - 18:00
Modasaના મેઘરજ રોડ પર દેશી દારૂની પોટલીઓ ભરેલી જીપે બે મોપેડને લીધા અડફેટે, અકસ્માત બાદ ચાલક થયો ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાંથી એક સનસનાટીભર્યા અકસ્માતની ઘટના સામે આવી છે. મોડાસાના વ્યસ્ત ગણાતા મેઘરજ રોડ પર એક પૂરપાટ ઝડપે અને બેફામ ગતિએ આવી રહેલી ક્રૂઝર જીપ ગાડીના ચાલકે રોડ પર જઈ રહેલી બે અલગ-અલગ એક્ટિવા (સ્કૂટર) ને જોરદાર ટક્કર મારીને ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. જીપની સ્પીડ એટલી વધારે હતી કે ટક્કર લાગતા જ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, આ ભયાનક ટક્કર છતાં સદનસીબે બંને એક્ટિવા ચાલકોનો આબાદ બચાવ થયો છે.

જીપની અંદરથી મળી દેશી દારૂની પોટલીઓ

આ અકસ્માત બાદ ઘટનાસ્થળે એકત્ર થયેલા લોકોએ જ્યારે ગાડીની તપાસ કરી ત્યારે ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા હતા. ક્રૂઝર જીપ ગાડીની નંબર પ્લેટ તદ્દન શંકાના દાયરામાં જોવા મળી હતી. ગાડીના અસલી ટેક્સી પાર્સિંગ નંબર ઉપર જ એક સફેદ કલરની પટ્ટી (ટેપ) ચોંટાડીને તેની પર બીજો અલગ જ ખોટો નંબર લખેલો જોવા મળ્યો હતો. આ ઉપરાંત, જ્યારે ગાડીની અંદર નજર કરવામાં આવી ત્યારે તેમાંથી દેશી દારૂની પોટલીઓ ભરેલી હોવાના દૃશ્યો પણ સામે આવ્યા હતા, જેથી આ ગાડી કોઈ બુટલેગરની હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે.

પૂરપાટ ઝડપે આવતી જીપે સર્જ્યો અકસ્માત

ગંભીર અકસ્માત સર્જ્યા બાદ અને પોતાની પોલ ખુલી જવાની બીકે શંકાસ્પદ જીપ ગાડીનો ચાલક વાહન ઘટનાસ્થળે જ મૂકીને તકનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે સ્થાનિક લોકોએ કંટ્રોલ રૂમને જાણ કરતા જ ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ 112 સહિત સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક મેઘરજ રોડ પર દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત જીપ ગાડી અને તેમાં રહેલો દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. ખોટી નંબર પ્લેટ વાપરીને દારૂની હેરાફેરી કરવા અને અકસ્માત સર્જવા બદલ પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0