Modasa રૂરલ પોલીસ સ્ટેશનના PIનો દારૂને લઈ લેવાયો ભોગ, અન્ય અધિકારીઓમાં ગભરાહટ
રાજ્યમાં વધુ એક પોલીસ અધિકારી સામે આઈપીએસ અધિકારીએ કાર્યવાહી કરી છે,જેમાં મોડાસા રુરલ પોલીસ સ્ટેશનના PI જી.એસ.સ્વામીને સસ્પેન્ડ કરાયા છે,ગાંધીનગર રેન્જ IG વિરેન્દ્રસિંહ યાદવે પીઆઈને સસ્પેન્ડ કર્યા છે,સાયબર ક્રાઈમની ટીમે દારૂ ભરેલી ટ્રક મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી હતી અને તેને લઈ કાર્યવાહી કરવામાં આવી છે,તો આ બાતમીની ખબર સાયબર ક્રાઈમને હતી તો લોકલ પોલીસને કેમ ખબર ન હતી તેને લઈ સસ્પેન્ડ કર્યા છે.સાયબર ક્રાઇમની ટીમે દારૂ ભરેલી ટ્રક ઝડપી હતી રાજસ્થાનની બોર્ડર ક્રોસ કરીને ગુજરાતના અરવલ્લીની બોર્ડરમાંથી દારૂ ઘુસાડવાનુ ચાલુ જ છે વહીવટ કરીને કોઈ પણ રીતે બુટલેગરો દારૂ ઘુસાડતા હોય છે,ત્યારે આવી જ રીતે દાહોદ લઈ જવાનો દારૂ અરવલ્લીની બોર્ડરમાં ઘુસતાની સાથે જ ઝડપાઈ ગયો હતો,મોડાસા સાયબર ક્રાઈમની ટીમને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે તપાસ કરતા દારૂ કન્ટેનરમાંથી મળી આવ્યો હતો,પોલીસે પણ આ મામલે તપાસ કરી તો સામે આવ્યું કે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈની બેદરકારી ગણો કે રૂપિયા લઈ વહીવટ કરી ઘુસાડયો ? આવા અનેક સવાલો લોકોના મનમાં થતા હોય છે પરંતુ રેન્જ આઈજીએ કડક કાર્યવાહી કરી અધિકારીને ઘરભેગા કરી દીધા છે. સંજેલી ગામેથી ઝડપાયો દારૂ મોડાસાના મેઘરજ રોડ ઉપર આવેલ સંજેલી ગામ પાસેથી એલસીબીએ વોચ ગોઠવીને રાત્રે 2,64,153ની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની મોંઘીદાટ 144 બોટલ સાથે રાજસ્થાનના બે શખ્સોને ઇકો સાથે ઝડપી પાડ્યા હતા.મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એલસીબી પીઆઇ એચ.પી. ગરાસીયા અને પીએસઆઇ વીડી વાઘેલાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.પોલીસની બાતમી મળી હતી અને તેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. અરવલ્લીની બોર્ડરમાંથી અનેકવાર ઘુસે છે દારૂ અરવલ્લીની બોર્ડરમાંથી અનેકવાર દારૂ ઘુસે છે,31 ડિસેમ્બર નજીક આવતી હોવાથી બુટલેગરો બેફામ બન્યા છે અને દારૂની હેરાફેરી કરતા હોય છે,ત્યારે દાહોદ,સાબરકાંઠા,ગાંધીનગર,અમદાવાદ આટલી જગ્યાએ બુટલેગરો અરવલ્લી ચેક પોસ્ટથી દારૂ ઘુસાડતા હોય છે,ત્યારે આવા બુટલેગરો સામે પોલીસ કાર્યવાહી કરે તે જરૂરી છે,જો પોલીસ રૂપિયા લઈને છૂટી જશે તો તેમના ઉપરી અધિકારી તેમને સસ્પેન્ડ કરશે તે નક્કી છે,તમને જે પોલીસ સ્ટેશન આપ્યું છે તે પોલીસ સ્ટેશન અને તે વિસ્તારની દેખરેખ રાખવી એ તમારા પર આધાર કરે છે,માટે તમારા વિસ્તારમાં દારૂ ઘુસે નહી તેનું ખાસ ધ્યાન રાખજો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -