Modasa માર્કેટયાર્ડના વેપારીઓ સામે ખેડૂતો રોષે ભરાયા, હરાજી બંધ કરતા કર્યો હોબાળો

મોડાસા માર્કેટ યાર્ડના વેપારીઓ સામે ખેડૂતો રોષે ભરાયા છે. વેપારીઓની મનમાનીથી ખેડૂતો ત્રસ્ત જોવા મળી રહ્યા છે અને વેપારીઓએ હરાજી બંધ કરી દેતા ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં હોબાળો મચાવ્યો હતો.મગફળીની ખરીદી બંધ થતા ખેડૂતોની દિવાળી બગડી ખેડૂતોએ વેપારીઓ પર ગંભીર આક્ષેપો પણ કર્યા અને કહ્યું કે વેપારીઓ મગફળીનો યોગ્ય ભાવ આપી રહ્યા નથી. ખેડૂતોએ આક્ષેપ કરતા કહ્યું કે ઓળખીતા લોકોને મગફળીના સારા ભાવ મળી જાય છે, ડિરેક્ટર, અધિકારી ફોન કરે તો મગફળીનો સારો ભાવ વેપારીઓ આપે છે. જો કે કાલથી વેકેશન છતાં મગફળીની હરાજી બંધ કરી દેવામાં આવી છે અને મગફળીની ખરીદી વેપારીઓ દ્વારા બંધ કરવામાં આવતા ખેડૂતોની દિવાળી બગડી છે. મોટી આશા સાથે મગફળી લઈને માર્કેટ યાર્ડમાં આવેલા ખેડૂતોને ખોટા ધક્કા થઈ રહ્યા છે. હિંમતનગર માર્કેટ યાર્ડમાં 22000 હજાર બોરીની રેકોર્ડબ્રેક આવક 2 દિવસ પહેલા સાબરકાંઠાના હિંમતનગર માર્કેટ યાર્ડમાં 600થી વધારે વાહનો સાથે રસ્તાની બંને તરફ 2 કિલોમીટર સુધી ખેડૂતો પોતાના માલ સાથે હાજર થયા હતા. જોકે 22 હજાર બોરીની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી, જોકે એક તરફ આગામી સમયમાં વરસાદી માહોલની સંભાવના તો બીજી તરફ દિવાળીના તહેવારના પગલે ખેડૂત મોટાભાગનો પાક લઈ માર્કેટયાર્ડ પહોંચી રહ્યા છે, જેમાં મગફળીના ઓછા પાકને સરકારી ટેકાના ભાવથી ખરીદવામાં આવી રહ્યો છે તો બીજી તરફ સરેરાશ ઉત્પાદન સાથે પહોંચેલા ખેડૂતોને સરકારી ટેકાના ભાવથી પણ ઓછો ભાવ અપાતા ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની બમ્પર આવક બીજી તરફ રાજકોટનું ગોંડલ માર્કેટિંગ યાર્ડ દિવાળીના તહેવારની રજાઓ પહેલા મગફળીની આવકથી ઉભરાઈ ગયું છે. યાર્ડમાં સિઝનની સૌથી વધુ 1.50થી વધુ મગફળીની ગુણીની આવક નોંધાઈ છે. યાર્ડની બહાર બંને બાજુ અંદાજે 1200થી વધુ વાહનોની 5 કિલોમીટર લાંબી કતારો લાગી જવા પામી હતી. યાર્ડમાં મોડીરાત્રે ખેડૂતોનો માલ વ્યવસ્થિત જગ્યા પર ઉતારવામાં આવે તે માટે વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા ખડેપગે હાજર રહ્યા હતા. મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 600થી 1200 સુધીના બોલાયા હરાજીમાં રેગ્યુલર મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 600થી 1200 સુધીના બોલાયા હતા, જ્યારે 66 નંબરની મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 700થી 1700 સુધીના બોલાયા હતા. યાર્ડમાં જગ્યા ન હોવાના કારણે મગફળીની આવક બંધ કરવામાં આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જણસી લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે.

Modasa માર્કેટયાર્ડના વેપારીઓ સામે ખેડૂતો રોષે ભરાયા, હરાજી બંધ કરતા કર્યો હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોડાસા માર્કેટ યાર્ડના વેપારીઓ સામે ખેડૂતો રોષે ભરાયા છે. વેપારીઓની મનમાનીથી ખેડૂતો ત્રસ્ત જોવા મળી રહ્યા છે અને વેપારીઓએ હરાજી બંધ કરી દેતા ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં હોબાળો મચાવ્યો હતો.

મગફળીની ખરીદી બંધ થતા ખેડૂતોની દિવાળી બગડી

ખેડૂતોએ વેપારીઓ પર ગંભીર આક્ષેપો પણ કર્યા અને કહ્યું કે વેપારીઓ મગફળીનો યોગ્ય ભાવ આપી રહ્યા નથી. ખેડૂતોએ આક્ષેપ કરતા કહ્યું કે ઓળખીતા લોકોને મગફળીના સારા ભાવ મળી જાય છે, ડિરેક્ટર, અધિકારી ફોન કરે તો મગફળીનો સારો ભાવ વેપારીઓ આપે છે. જો કે કાલથી વેકેશન છતાં મગફળીની હરાજી બંધ કરી દેવામાં આવી છે અને મગફળીની ખરીદી વેપારીઓ દ્વારા બંધ કરવામાં આવતા ખેડૂતોની દિવાળી બગડી છે. મોટી આશા સાથે મગફળી લઈને માર્કેટ યાર્ડમાં આવેલા ખેડૂતોને ખોટા ધક્કા થઈ રહ્યા છે.

હિંમતનગર માર્કેટ યાર્ડમાં 22000 હજાર બોરીની રેકોર્ડબ્રેક આવક

2 દિવસ પહેલા સાબરકાંઠાના હિંમતનગર માર્કેટ યાર્ડમાં 600થી વધારે વાહનો સાથે રસ્તાની બંને તરફ 2 કિલોમીટર સુધી ખેડૂતો પોતાના માલ સાથે હાજર થયા હતા. જોકે 22 હજાર બોરીની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી, જોકે એક તરફ આગામી સમયમાં વરસાદી માહોલની સંભાવના તો બીજી તરફ દિવાળીના તહેવારના પગલે ખેડૂત મોટાભાગનો પાક લઈ માર્કેટયાર્ડ પહોંચી રહ્યા છે, જેમાં મગફળીના ઓછા પાકને સરકારી ટેકાના ભાવથી ખરીદવામાં આવી રહ્યો છે તો બીજી તરફ સરેરાશ ઉત્પાદન સાથે પહોંચેલા ખેડૂતોને સરકારી ટેકાના ભાવથી પણ ઓછો ભાવ અપાતા ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની બમ્પર આવક

બીજી તરફ રાજકોટનું ગોંડલ માર્કેટિંગ યાર્ડ દિવાળીના તહેવારની રજાઓ પહેલા મગફળીની આવકથી ઉભરાઈ ગયું છે. યાર્ડમાં સિઝનની સૌથી વધુ 1.50થી વધુ મગફળીની ગુણીની આવક નોંધાઈ છે. યાર્ડની બહાર બંને બાજુ અંદાજે 1200થી વધુ વાહનોની 5 કિલોમીટર લાંબી કતારો લાગી જવા પામી હતી. યાર્ડમાં મોડીરાત્રે ખેડૂતોનો માલ વ્યવસ્થિત જગ્યા પર ઉતારવામાં આવે તે માટે વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા ખડેપગે હાજર રહ્યા હતા.

મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 600થી 1200 સુધીના બોલાયા

હરાજીમાં રેગ્યુલર મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 600થી 1200 સુધીના બોલાયા હતા, જ્યારે 66 નંબરની મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 700થી 1700 સુધીના બોલાયા હતા. યાર્ડમાં જગ્યા ન હોવાના કારણે મગફળીની આવક બંધ કરવામાં આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જણસી લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે.