Microsoftનું સર્વર ઠપ થતા અમદાવાદ એરપોર્ટની હવાઈ સેવા ખોરવાઈ, મુસાફરોને ભારે હાલાકી

25 ફ્લાઇટ 5 કલાક સુધી મોડી પડતા ભારે હાલાકી ફ્લાઇટ 5 કલાક મોડી, 5 હજાર પેસેન્જરો રઝળ્યા ફ્લાઇટને શિડ્યૂલમાં આવતા 8 થી10 કલાક લાગશે માઇક્રોસોફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા દુનિયાભરમાં એરપોર્ટ, બેંન્કિંગ અને શેરબજાર સહિતની મહત્ત્વની સેવા-કામગીરી ખોરવાઇ ગઈ હતી. અમદાવાદ એરપોર્ટ સહિત દેશભરના એરપોર્ટ પર ઓનલાઇન બોર્ડીંગ અને ચેકીંગ નહિ થતાં મુસાફરો પરેશાન થઇ ગયા હતા. અમદાવાદ સહિત સુરત અને રાજકોટ મળી 30 ફ્લાઇટ રદ કરવાની નોબત આવી હતી. મુસાફરો ઘરે પરત ફર્યા દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં અમદાવાદ એરપોર્ટનો સમાવેશ થાય છે અને દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો આવાગમન કરી રહ્યા છે. હવે એરપોર્ટની તમામ કામગીરી ઓનલાઇન અને કમ્પ્યૂટરાઇઝ્ડ થઇ થઇ ગઇ છે ત્યારે ગઈકાલે બપોરે અચાનક જ માઇક્રોસોફ્ટના સોફ્ટવેરમાં ટેકનિલક ખામી ઊભી થતા તમામ ઓનલાઈન સિસ્ટમ ખોરવાઇ ગઇ હતી. જેને પગલે દિલ્હી મુંબઇ અને અમદાવાદ જેવા તમામ એરપોર્ટ પર મુસાફરોના ઓનલાઇન બોર્ડીંગ થઇ શકતા ન હતા. અન્ય સિસ્ટમ પર ખોરવાતાં દેશભરમાં સંખ્યાબંધ ફ્લાઇટ રદ થઇ હતી. અમદાવાદ આવતી-જતી 20 ફ્લાઇટ સહિત ગુજરાતના તમામ એરપોર્ટની મળીને 30 ફ્લાઇટ રદ થઇ હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ એરપોર્ટથી કઈ ફલાઈટો રદ કરાઈ 1-ફ્લાઇટ નંબર 6E 863 અને 6E 481 મોડી પડી છે. 2-ભુવનેશ્વર જતી ફ્લાઇટ નંબર 6E 261, જે સાંજે 7:00 વાગ્યે ઉપડવાની હતી, તેને રદ કરવામાં આવી છે. 3-ઇન્ડિગોની દીવ જતી ફ્લાઇટ નંબર 6E 7966, જે બપોરે 12:10 વાગ્યે ઉપડવાની હતી, તે રદ કરવામાં આવી છે. 4-એલાયન્સ એરની અમદાવાદથી ઉદયપુરની ફ્લાઈટ, જે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી, તે પણ રદ કરવામાં આવી છે. 5-ઇન્ડિગોની અમદાવાદથી દિલ્હીની દિવસની છેલ્લી ફ્લાઇટ, જે રાત્રે 11:20 વાગ્યે ઉપડવાની હતી, તે રદ કરવામાં આવી છે. વડોદરા એરપોર્ટ પર પણ ફલાઈટો રદ કરાઈ ગુજરાતમાં પણ વિવિધ શહેરોના એરપોર્ટ પર ફલાઈટો રદ કરાઈ હોવાનુ જાણવા મળ્યુ છે.વડોદરા એરપોર્ટ પર ગતરાતની દિલ્હી તેમજ મુંબઈની ફ્લાઈટ કેન્સલ કરાઈ હોવાની માહિતી મળી છે.સૂત્રોએ કહ્યુ હતુ કે, દિલ્હીથી વડોદરા આવતી અને ફરી દિલ્હી ઉડાન ભરતી તેમજ મુંબઈથી વડોદરા આવતી અને મુંબઈ જતી એમ બે ફ્લાઈટ રદ કરવી પડી છે.ઉપરાંત આજે વહેલી સવારે દિલ્હીથી વડોદરા આવતી અને વડોદરાથી સવારે ૭- ૪૦ વાગ્યે દિલ્હી જતી ફ્લાઈટ પણ સર્વરમાં સર્જાયેલી સમસ્યાના કારણે મોડી પડી હતી.એરપોર્ટ સ્ટાફને કોમ્પ્યુટરો કામ નહીં કરતા હોવાના કારણે હાથથી બોર્ડિંગ પાસ બનાવવાની ફરજ પડી હતી.જોકે રાતની બંને ફ્લાઈટ કેન્સલ કરાવનો નિર્ણય લેવાયો હતો.

Microsoftનું સર્વર ઠપ થતા અમદાવાદ એરપોર્ટની હવાઈ સેવા ખોરવાઈ, મુસાફરોને ભારે હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 25 ફ્લાઇટ 5 કલાક સુધી મોડી પડતા ભારે હાલાકી
  • ફ્લાઇટ 5 કલાક મોડી, 5 હજાર પેસેન્જરો રઝળ્યા
  • ફ્લાઇટને શિડ્યૂલમાં આવતા 8 થી10 કલાક લાગશે

માઇક્રોસોફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા દુનિયાભરમાં એરપોર્ટ, બેંન્કિંગ અને શેરબજાર સહિતની મહત્ત્વની સેવા-કામગીરી ખોરવાઇ ગઈ હતી. અમદાવાદ એરપોર્ટ સહિત દેશભરના એરપોર્ટ પર ઓનલાઇન બોર્ડીંગ અને ચેકીંગ નહિ થતાં મુસાફરો પરેશાન થઇ ગયા હતા. અમદાવાદ સહિત સુરત અને રાજકોટ મળી 30 ફ્લાઇટ રદ કરવાની નોબત આવી હતી.

મુસાફરો ઘરે પરત ફર્યા

દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં અમદાવાદ એરપોર્ટનો સમાવેશ થાય છે અને દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો આવાગમન કરી રહ્યા છે. હવે એરપોર્ટની તમામ કામગીરી ઓનલાઇન અને કમ્પ્યૂટરાઇઝ્ડ થઇ થઇ ગઇ છે ત્યારે ગઈકાલે બપોરે અચાનક જ માઇક્રોસોફ્ટના સોફ્ટવેરમાં ટેકનિલક ખામી ઊભી થતા તમામ ઓનલાઈન સિસ્ટમ ખોરવાઇ ગઇ હતી. જેને પગલે દિલ્હી મુંબઇ અને અમદાવાદ જેવા તમામ એરપોર્ટ પર મુસાફરોના ઓનલાઇન બોર્ડીંગ થઇ શકતા ન હતા. અન્ય સિસ્ટમ પર ખોરવાતાં દેશભરમાં સંખ્યાબંધ ફ્લાઇટ રદ થઇ હતી. અમદાવાદ આવતી-જતી 20 ફ્લાઇટ સહિત ગુજરાતના તમામ એરપોર્ટની મળીને 30 ફ્લાઇટ રદ થઇ હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ એરપોર્ટથી કઈ ફલાઈટો રદ કરાઈ

1-ફ્લાઇટ નંબર 6E 863 અને 6E 481 મોડી પડી છે.

2-ભુવનેશ્વર જતી ફ્લાઇટ નંબર 6E 261, જે સાંજે 7:00 વાગ્યે ઉપડવાની હતી, તેને રદ કરવામાં આવી છે.

3-ઇન્ડિગોની દીવ જતી ફ્લાઇટ નંબર 6E 7966, જે બપોરે 12:10 વાગ્યે ઉપડવાની હતી, તે રદ કરવામાં આવી છે.

4-એલાયન્સ એરની અમદાવાદથી ઉદયપુરની ફ્લાઈટ, જે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી, તે પણ રદ કરવામાં આવી છે.

5-ઇન્ડિગોની અમદાવાદથી દિલ્હીની દિવસની છેલ્લી ફ્લાઇટ, જે રાત્રે 11:20 વાગ્યે ઉપડવાની હતી, તે રદ કરવામાં આવી છે.

વડોદરા એરપોર્ટ પર પણ ફલાઈટો રદ કરાઈ

ગુજરાતમાં પણ વિવિધ શહેરોના એરપોર્ટ પર ફલાઈટો રદ કરાઈ હોવાનુ જાણવા મળ્યુ છે.વડોદરા એરપોર્ટ પર ગતરાતની દિલ્હી તેમજ મુંબઈની ફ્લાઈટ કેન્સલ કરાઈ હોવાની માહિતી મળી છે.સૂત્રોએ કહ્યુ હતુ કે, દિલ્હીથી વડોદરા આવતી અને ફરી દિલ્હી ઉડાન ભરતી તેમજ મુંબઈથી વડોદરા આવતી અને મુંબઈ જતી એમ બે ફ્લાઈટ રદ કરવી પડી છે.ઉપરાંત આજે વહેલી સવારે દિલ્હીથી વડોદરા આવતી અને વડોદરાથી સવારે ૭- ૪૦ વાગ્યે દિલ્હી જતી ફ્લાઈટ પણ સર્વરમાં સર્જાયેલી સમસ્યાના કારણે મોડી પડી હતી.એરપોર્ટ સ્ટાફને કોમ્પ્યુટરો કામ નહીં કરતા હોવાના કારણે હાથથી બોર્ડિંગ પાસ બનાવવાની ફરજ પડી હતી.જોકે રાતની બંને ફ્લાઈટ કેન્સલ કરાવનો નિર્ણય લેવાયો હતો.