Mehsanaમાં નસબંધીકાંડમાં મોટો ખુલાસો, ઝાકીર સોલંકીએ બોગસ સર્ટી પર મેળવી નોકરી

મહેસાણામાં નસબંધીકાંડમાં પણ એક બાદ એક મોટા ખુલાસોઓ થઈ રહ્યા છે, ત્યારે આ કેસમાં હવે સૌથી મોટો ખુલાસો સંદેશ ન્યૂઝ પર થયો છે. નસબંધીકાંડ કરનાર ઝાકીર સોલંકીનો પર્દાફાશ થયો છે. ઝાકીર સોલંકીએ બોગસ સર્ટી પર નોકરી મેળવી અને 9 વર્ષ સુધી નકલી સર્ટી પર નોકરી કરી છે. વર્ષ 2013થી 2015 સુધઈ ગેડીમાં નોકરી કરી છે.9 વર્ષ સુધી ઝાકીર સોલંકી બોગસ સર્ટીના આધારે નોકરી પર રહ્યો ? ત્યારબાદ કટારીયામાં 2015થી 2022 સુધી નકલી સર્ટી પર નોકરી કરી છે. ત્યારે ઝાકીર સોલંકીએ અગાઉ રાપરમાં પણ નસબંધી કાંડ કર્યા છે અને ભચાઉમાં પણ નસબંધી કાંડ કરી ચુક્યો છે. આ સિવાય ઝાકીર બાળકીની છેડતી કેસનો પણ આરોપી છે અને આ છેડતીના કેસમાં જેલ પણ ભોગવી ચૂક્યો છે. ત્યારે હંગામી નોકરી છતાં બદલી કરાવીને આરોપી મહેસાણા ગયો અને ત્યાં પણ તેને નસબંધકાંડ કર્યો છે. ત્યારે સવાર એ છે કે કેવી રીતે 9-9 વર્ષ સુધી બોગસ સર્ટી પર નોકરી પર રહ્યો ? તે યોગ્ય તપાસ કર્યા બાદ જ જાણી શકાશે. મહેસાણામાં 3 યુવકો બન્યા નસબંધીનો ભોગ તમને જણાવી દઈએ કે મહેસાણામાં 3 યુવકો નસબંધીનો ભોગ બન્યા છે. યુવાનોને બાળકો હોવાનું હેલ્થ વર્કરોએ કહ્યું અને બાળકો ન હોવા છતાં બાળકો હોવાનું કહીને નસબંધીના ઓપરેશન કરી દીધા છે. દારૂ પીવડાવી નસબંધી કરી હોવાનો આરોપ યુવાનો લગાવી રહ્યા છે. હેલ્થ વર્કરો પોતાનો ટાર્ગેટ પૂરો કરવા મજૂર વર્ગને ટાર્ગેટ કરે છે. ભોગ બનેલા યુવકોની પૂર્વ મંજૂરી લેવાઈ નથી અને ઓપરેશનો કરી કાઢવામાં આવ્યા છે. ત્યારે પરિવારજનો પણ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. 

Mehsanaમાં નસબંધીકાંડમાં મોટો ખુલાસો, ઝાકીર સોલંકીએ બોગસ સર્ટી પર મેળવી નોકરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણામાં નસબંધીકાંડમાં પણ એક બાદ એક મોટા ખુલાસોઓ થઈ રહ્યા છે, ત્યારે આ કેસમાં હવે સૌથી મોટો ખુલાસો સંદેશ ન્યૂઝ પર થયો છે. નસબંધીકાંડ કરનાર ઝાકીર સોલંકીનો પર્દાફાશ થયો છે. ઝાકીર સોલંકીએ બોગસ સર્ટી પર નોકરી મેળવી અને 9 વર્ષ સુધી નકલી સર્ટી પર નોકરી કરી છે. વર્ષ 2013થી 2015 સુધઈ ગેડીમાં નોકરી કરી છે.

9 વર્ષ સુધી ઝાકીર સોલંકી બોગસ સર્ટીના આધારે નોકરી પર રહ્યો ?

ત્યારબાદ કટારીયામાં 2015થી 2022 સુધી નકલી સર્ટી પર નોકરી કરી છે. ત્યારે ઝાકીર સોલંકીએ અગાઉ રાપરમાં પણ નસબંધી કાંડ કર્યા છે અને ભચાઉમાં પણ નસબંધી કાંડ કરી ચુક્યો છે. આ સિવાય ઝાકીર બાળકીની છેડતી કેસનો પણ આરોપી છે અને આ છેડતીના કેસમાં જેલ પણ ભોગવી ચૂક્યો છે. ત્યારે હંગામી નોકરી છતાં બદલી કરાવીને આરોપી મહેસાણા ગયો અને ત્યાં પણ તેને નસબંધકાંડ કર્યો છે. ત્યારે સવાર એ છે કે કેવી રીતે 9-9 વર્ષ સુધી બોગસ સર્ટી પર નોકરી પર રહ્યો ? તે યોગ્ય તપાસ કર્યા બાદ જ જાણી શકાશે.

મહેસાણામાં 3 યુવકો બન્યા નસબંધીનો ભોગ

તમને જણાવી દઈએ કે મહેસાણામાં 3 યુવકો નસબંધીનો ભોગ બન્યા છે. યુવાનોને બાળકો હોવાનું હેલ્થ વર્કરોએ કહ્યું અને બાળકો ન હોવા છતાં બાળકો હોવાનું કહીને નસબંધીના ઓપરેશન કરી દીધા છે. દારૂ પીવડાવી નસબંધી કરી હોવાનો આરોપ યુવાનો લગાવી રહ્યા છે. હેલ્થ વર્કરો પોતાનો ટાર્ગેટ પૂરો કરવા મજૂર વર્ગને ટાર્ગેટ કરે છે. ભોગ બનેલા યુવકોની પૂર્વ મંજૂરી લેવાઈ નથી અને ઓપરેશનો કરી કાઢવામાં આવ્યા છે. ત્યારે પરિવારજનો પણ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.