Mehsana: રાધનપુર ચોકડી ખાતે 136 કરોડના ખર્ચે છ માર્ગીય ફ્લાયઓવર બનાવવા મંજૂરી
મહેસાણાનો આજે સ્થાપના દિવસ છે. ત્યારે નાનકડા ગામથી વસેલું મહેસાણા આજે ઉત્તર ગુજરાતમાં હરણ ફાટ ભરી રહ્યું છે. ત્યારે દિવસે ને દિવસે વધી રહેલા મહેસાણામાં ટ્રાફિક સમસ્યા પણ વધી રહી છે. ત્યારે આ શહેરમાંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળે એના માટે સરકારે રાધનપુર ચોકડી પર 6 માર્ગીય ફલાયઓવર બનાવવાની મંજૂરી આપી છે. ત્યારે મહેસાણાના 667માં સ્થાપના દિવસે જ મહેસાણાને સૌથી મોટી ભેટ પ્રાપ્ત થઈ છે. મહેસાણા શહેરમાંથી પસાર થતા અમદાવાદ મહેસાણા પાલનપુર હાઈ સ્પીડ પર આવેલ કોરિડોર પર આવેલા રાધનપુર સર્કલ અને નાગલપુર ક્રોસ રોડ પર વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી રહે છે. રાધનપુર રોડ પર પણ દિવસ દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. તેમજ નાગલપુર પાટિયા પાસે કોલેજ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ પણ હાઇવે પર અવરજવર કરતા હોવાથી અને નાગલપુર પાસેથી બેચરાજી જતા માર્ગ પર લોકોને અકસ્માતનો ભય સતાવતો હોય છે. જેથી સમગ્ર મામલે મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે ફ્લાયઓવર બનાવવા માટે જાન્યુઆરી માસમાં રજૂઆત કરી હતી. 9 માસના સમયગાળામાં જ મંજૂરીની મહોર આખરે સરકારે માત્ર 9 માસના સમયગાળામાં મહેસાણામાં ટ્રાફિક સમસ્યા હલ કરવા રાધનપુર ચોકડી પર છ માર્ગીય ફ્લાયઓવર અને નાગલપુર ક્રોસ રોડ પર VUP બનાવવા મંજૂરી આપી દેવામાં આવી છે. મહેસાણામા રાધનપુર ચોકડી પર 136 કરોડના ખર્ચે છ માર્ગીય ફ્લાયઓવર અને 54.40 કરોડના ખર્ચે નાગલપુર ક્રોસ રોડ પર VUP બનાવવામાં આવશે. જેની મંજૂરી આજે આપવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણાનો આજે સ્થાપના દિવસ છે. ત્યારે નાનકડા ગામથી વસેલું મહેસાણા આજે ઉત્તર ગુજરાતમાં હરણ ફાટ ભરી રહ્યું છે. ત્યારે દિવસે ને દિવસે વધી રહેલા મહેસાણામાં ટ્રાફિક સમસ્યા પણ વધી રહી છે. ત્યારે આ શહેરમાંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળે એના માટે સરકારે રાધનપુર ચોકડી પર 6 માર્ગીય ફલાયઓવર બનાવવાની મંજૂરી આપી છે. ત્યારે મહેસાણાના 667માં સ્થાપના દિવસે જ મહેસાણાને સૌથી મોટી ભેટ પ્રાપ્ત થઈ છે.
મહેસાણા શહેરમાંથી પસાર થતા અમદાવાદ મહેસાણા પાલનપુર હાઈ સ્પીડ પર આવેલ કોરિડોર પર આવેલા રાધનપુર સર્કલ અને નાગલપુર ક્રોસ રોડ પર વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી રહે છે. રાધનપુર રોડ પર પણ દિવસ દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. તેમજ નાગલપુર પાટિયા પાસે કોલેજ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ પણ હાઇવે પર અવરજવર કરતા હોવાથી અને નાગલપુર પાસેથી બેચરાજી જતા માર્ગ પર લોકોને અકસ્માતનો ભય સતાવતો હોય છે. જેથી સમગ્ર મામલે મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે ફ્લાયઓવર બનાવવા માટે જાન્યુઆરી માસમાં રજૂઆત કરી હતી.
9 માસના સમયગાળામાં જ મંજૂરીની મહોર
આખરે સરકારે માત્ર 9 માસના સમયગાળામાં મહેસાણામાં ટ્રાફિક સમસ્યા હલ કરવા રાધનપુર ચોકડી પર છ માર્ગીય ફ્લાયઓવર અને નાગલપુર ક્રોસ રોડ પર VUP બનાવવા મંજૂરી આપી દેવામાં આવી છે. મહેસાણામા રાધનપુર ચોકડી પર 136 કરોડના ખર્ચે છ માર્ગીય ફ્લાયઓવર અને 54.40 કરોડના ખર્ચે નાગલપુર ક્રોસ રોડ પર VUP બનાવવામાં આવશે. જેની મંજૂરી આજે આપવામાં આવી છે.