Banaskanthaના પાલનપુરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મેરેથોન દોડ યોજાઈ

સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતાના ધ્યેય સાથે તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય તે હેતુથી 17 સપ્ટેમ્બરથી આરંભાયેલા સફાઈ અભિયાન અંતર્ગત આજરોજ પાલનપુર ખાતે વહીવટી તંત્ર દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. મેરેથોન દોડ પાલનપુરની સરકારી ઉચ્ચત્તર માઘ્યમિક કુમાર શાળા, શશિવન (જહાનારા બાગ) ખાતેથી ધારાસભ્ય અનિકેત ઠાકરે મેરેથોન દોડને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવા દરેક વ્યક્તિ સ્વચ્છતા અભિયાનમાં સ્વયંભૂ જોડાય અને શ્રમદાન કરે તથા લોકોમાં જાગૃતિ ફેલાય તે માટેના પ્રયાસો હાથ ધરવા ધારાસભ્યશ્રી અનિકેત ઠાકરએ લોકોને હાકલ કરી હતી. લોકો પોતાના ઘર, શેરીઓને સ્વચ્છ બનાવીને સવચ્છતા અભિયાનમાં જોડાય તે માટે તંત્ર દ્વારા પણ અપીલ કરાઈ છે. વિધાર્થીઓ જોડાયા દોડમાં આ સ્વચ્છતા મેરેથોન દોડ કલેક્ટરની કચેરી ખાતે કુલ 1.60 કિલોમીટરના અંતરે સમાપન કરાયું હતું. સદર સ્વચ્છતા મેરેથોન દોડમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શેખ,જિલ્લા શિક્ષણાધિકારી, નગરપાલિકાના પ્રમુખ સહિત વિવિધ અધિકારીઓ,પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.  સ્વચ્છતા અભિયાન કયાં હાથ ધરાય છે સ્વચ્છતા અભિયાન થકી જાહેર સ્થળો, પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો આસપાસના સામુદાયિક સ્વચ્છતા સંકુલોની સફાઈ અને તેમજ પ્લાસ્ટિકમુક્ત વડોદરા અંગે જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાશે. આ ઉપરાંત કચરામાંથી કંચન (વેસ્ટ ટુ વેલ્થ), રિસાયક્લિંગ અને પુનઃઉપયોગ અંગે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે.

Banaskanthaના પાલનપુરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મેરેથોન દોડ યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતાના ધ્યેય સાથે તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય તે હેતુથી 17 સપ્ટેમ્બરથી આરંભાયેલા સફાઈ અભિયાન અંતર્ગત આજરોજ પાલનપુર ખાતે વહીવટી તંત્ર દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું હતું.

મેરેથોન દોડ

પાલનપુરની સરકારી ઉચ્ચત્તર માઘ્યમિક કુમાર શાળા, શશિવન (જહાનારા બાગ) ખાતેથી ધારાસભ્ય અનિકેત ઠાકરે મેરેથોન દોડને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવા દરેક વ્યક્તિ સ્વચ્છતા અભિયાનમાં સ્વયંભૂ જોડાય અને શ્રમદાન કરે તથા લોકોમાં જાગૃતિ ફેલાય તે માટેના પ્રયાસો હાથ ધરવા ધારાસભ્યશ્રી અનિકેત ઠાકરએ લોકોને હાકલ કરી હતી. લોકો પોતાના ઘર, શેરીઓને સ્વચ્છ બનાવીને સવચ્છતા અભિયાનમાં જોડાય તે માટે તંત્ર દ્વારા પણ અપીલ કરાઈ છે.


વિધાર્થીઓ જોડાયા દોડમાં

આ સ્વચ્છતા મેરેથોન દોડ કલેક્ટરની કચેરી ખાતે કુલ 1.60 કિલોમીટરના અંતરે સમાપન કરાયું હતું. સદર સ્વચ્છતા મેરેથોન દોડમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શેખ,જિલ્લા શિક્ષણાધિકારી, નગરપાલિકાના પ્રમુખ સહિત વિવિધ અધિકારીઓ,પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.  


સ્વચ્છતા અભિયાન કયાં હાથ ધરાય છે

સ્વચ્છતા અભિયાન થકી જાહેર સ્થળો, પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો આસપાસના સામુદાયિક સ્વચ્છતા સંકુલોની સફાઈ અને તેમજ પ્લાસ્ટિકમુક્ત વડોદરા અંગે જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાશે. આ ઉપરાંત કચરામાંથી કંચન (વેસ્ટ ટુ વેલ્થ), રિસાયક્લિંગ અને પુનઃઉપયોગ અંગે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે.