Mehsana: કડીમાં ભારે વરસાદથી અંડરપાસ અને કરણનગર રોડ પાણી ભરાયા, લોકોને હાલાકી

Jun 29, 2025 - 16:30
Mehsana: કડીમાં ભારે વરસાદથી અંડરપાસ અને કરણનગર રોડ પાણી ભરાયા, લોકોને હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણાના કડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. કડી શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. કડી અંડરપાસ, કરણનગર રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા 

ઉત્તર ગુજરાતમાં અપર એર સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી બીજી અને ત્રીજી જુલાઈના રોજ રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.માછીમારોને પણ આગામી પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે.ત્યારે રાજ્યમાં આજે બપોરે બે વાગ્યા સુધીમાં 128 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.

 તંત્રની કામગીરીના દાવા પોકળ સાબિત થયા 

કડી શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કડી અંડરપાસ, કરણનગર રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વરસાદી પાણી ભરાતા તંત્રની કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0