Mehsana : ઊંઝામાં વ્યાજખોરોના ત્રાસ વધતા મહેરવાડા ગામના યુવાને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણામાં વ્યાજખોરોનો આતંકની વધુ એક ઘટના સામે આવી છે. ઊંઝાના મહેરવાડામાં ગામના એક યુવકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઉધઈ મારવાની દવા પીધી હોવાનું સામે આવ્યું છે. યુવાન અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. વ્યાજખોરોમાં કાયદાનો કોઈ ડર જોવા મળતો નથી. જરૂરિયાતમંદ લોકોને નાણાં આપ્યા બાદ તેમની પાસેથી કડક ઉઘરાણી કરવા લાગે છે.
વ્યાજખોરોનો વધ્યો આતંક
દરમિયાન અનેક વખત એવું જોવા મળ્યું છે કે લોકો વ્યાજખોરોને પૈસા આપ્યા બાદ પણ તેમની પાસે પૈસા માગતા રહે છે. મહેરવાડા ગામના યુવાને ઝેરી દવા ગટગટાવતા હાલત વધુ ગંભીર બનતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. યુવક મહેશ સોલંકી દ્વારા વ્યાજખોરો સામે ફરિયાદ કરવામાં આવી. પોલીસ પૂછપરછમાં યુવકે જણાવ્યું કે આર્થિક સંકડામણ હોવાથી જરૂરિયાતને લઈને મેં 6 લોકો પાસેથી નાણાં ઉધાર લીધા હતા. વ્યાજખોરો પાસેથી 5 થી 10 ટકા વ્યાજે નાણાં લીધા બાદ તેમને સમય-સમયે મારી આર્થિક શક્તિ મુજબ પરત પણ કર્યા. આપઘાતના પ્રયાસ કરનાર સોલંકી નામના યુવકે કહ્યું કે મેં મૂડી કરતા વધુ પૈસા આપ્યા છતાં તેઓ ઉઘરાણી કરતા હતા.
વ્યાજખોરોએ મારી પાસે કોરા ચેક લખાવી દીધા હતા. અને આ કોરા ચેક બેંકમાં ભરવાની ધમકી આપતા હતા. મેં મહામહેનતે બચત કરી હતી અને આ લોકો મારી પાસેથી પૈસા પડાવવાનો કારસો રચ્યો હતો. મૂડી આપ્યા બાદ પણ વધુ ઉઘરાણી કરતા આખરે મારી બચત ખાલી થઈ જવાના ડરે મેં આ અંતિમ પગલું ભર્યું. ફરિયાદી મહેશ સોલંકીએ વ્યાજખોરો સામે ફરિયાદ કરી. પોલીસે 6 શખ્સો સામે વિરૂદ્ધ ગુનો નોંધવતા પોલીસે તપાસ હાથ ધરી. અગાઉ પણ મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા એક વેપારીએ આત્મહત્યા કરી હતી.
What's Your Reaction?






