Mehsana News: આવતીકાલે 108 કલાકારોના ડમરુ નાદથી ગુંજશે વડનગર, હાટકેશ્વર મહાદેવ સુધી યોજાશે પદયાત્રા

Aug 12, 2026 - 19:30
Mehsana News: આવતીકાલે 108 કલાકારોના ડમરુ નાદથી ગુંજશે વડનગર, હાટકેશ્વર મહાદેવ સુધી યોજાશે પદયાત્રા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઐતિહાસિક નગરી વડનગરના આંગણે આવતીકાલે 13 ઓગસ્ટના રોજ ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચાવા જઈ રહ્યો છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાત સરકાર દ્વારા આયોજિત વડનગર શ્રવણોત્સવનો વહેલી સવારે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતેથી મંગલ પ્રારંભ કરાવશે.સાથોસાથ તેઓ આ મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય ડમરુ યાત્રાને પણ પ્રસ્થાન કરાવશે.

108 નિષ્ણાત કલાકારો દ્વારા ડમરુ વાદન કરવામાં આવશે

વડનગરની ગરિમાને અનુરૂપ આ ડમરુ યાત્રામાં કુલ 108 નિષ્ણાત કલાકારો દ્વારા ડમરુ વાદન કરવામાં આવશે જે સમગ્ર નગરને શિવમય બનાવી દેશે.યાત્રાનો પ્રારંભ શર્મિષ્ઠા તળાવથી થશે ત્યાંથી અર્જુન બારી થઈને ભગતના ગલ્લાથી વળીને યાત્રા આગળ વધશે.ત્યારબાદ જુના ચાચરેથી પસાર થઈને,સ્વામિનારાયણ મંદિર અને ગોપાલજી મંદિર થઈ આ ભવ્ય ડમરૂ યાત્રા હાટકેશ્વર મહાદેવના મંદિરે સંપન્ન થશે.108 કલાકારોના એકસાથે થતા ડમરૂના ગુંજારવથી સમગ્ર વડનગર શિવમય બનશે અને ભક્તો માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે.

નેતાઓ અને પદાધિકારીઓ પણ હાજર રહેશે

સંસ્કૃતિ, સંગીત અને શ્રદ્ધાના આ ત્રિવેણી સંગમમાં સહભાગી થવા માટે વહીવટી તંત્ર દ્વારા વડનગરના નગરજનો અને ભાવિક ભક્તોને સહપરિવાર પધારીને સાંસ્કૃતિક વિરાસતના સાક્ષી બનવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં ગરીમામય ઉપસ્થિતિ તરીકે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રેરક ઉપસ્થિતિ તરીકે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલ તેમજ સંસદ સભ્યો સર્વે મયંકભાઈ નાયક, હરીભાઈ પટેલ, ભરતસિંહજી ડાભી અને રાજેશભાઈ શુક્લ ઉપસ્થિત રહી કલાકારોનો ઉત્સાહ વધારશે.સંસ્કૃતિ અને શ્રદ્ધાના આ સંગમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ સહભાગી થશે.

આ પણ વાંચોઃ Vadodara News: માંજલપુરમાં ન્યૂડ કોલ સેન્ટર ઝડપાયું, 'Stripchat' એપથી ચાલતો હતો ખેલ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0