Mehsana News: વડનગરની પવિત્ર ધરા પર 'વિશ્વશાંતિ મહાયજ્ઞ'ની પૂર્ણાહુતિ, DYCM હર્ષ સંઘવીએ શંકરાચાર્યજીના લીધા આશીર્વાદ!

Nov 21, 2026 - 02:00
Mehsana News: વડનગરની પવિત્ર ધરા પર 'વિશ્વશાંતિ મહાયજ્ઞ'ની પૂર્ણાહુતિ, DYCM હર્ષ સંઘવીએ શંકરાચાર્યજીના લીધા આશીર્વાદ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગર ખાતે હાલ આધ્યાત્મિક અને ધાર્મિક ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. વડનગરની પવિત્ર ધરા પર શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્યજીના વિશેષ સાનિધ્યમાં ભવ્ય 'વિશ્વશાંતિ મહાયજ્ઞ' નું આયોજન કરવામાં આવ્યું હતું. લોકકલ્યાણ, વૈશ્વિક શાંતિ અને રાજ્યની સમૃદ્ધિની ભાવના સાથે યોજાયેલા આ મહાયજ્ઞની આજે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાયજ્ઞમાં આપી વિશેષ હાજરી

આ પવિત્ર ધાર્મિક અનુષ્ઠાનની પૂર્ણાહુતિ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડનગર ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વડનગરના આસ્થાના પ્રતિક સમાન પ્રખ્યાત ભગવાન હાટકેશ્વર મહાદેવ ના મંદિરે પહોંચીને ભાવપૂર્વક દર્શન અને પૂજન-અર્ચન કર્યું હતું. આ સાથે જ તેમણે રાજ્યના નાગરિકોની સુખાકારી, શાંતિ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે વિશેષ પ્રાર્થના કરી હતી.

Mehsana News Vishwa Shanti Mahayagya Concludes in Vadnagar with DCM Harsh Sanghavi (2)

યજ્ઞશાળાની પરિક્રમા કરી જગદગુરુ શંકરાચાર્યજીના લીધા આશીર્વાદ

દર્શન અને પૂજન અર્ચન બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજ્ય જગદગુરુ શંકરાચાર્યજીની મુલાકાત લીધી હતી અને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેમણે પવિત્ર યજ્ઞશાળાની વિધિવત પરિક્રમા કરી હતી અને આ આધ્યાત્મિક વાતાવરણમાં ધર્મ લાભ લીધો હતો. આ ભવ્ય આયોજનમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ, સંતો-મહંતો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી.

==" target="_blank"> ==


આ પણ વાંચો: Mehsana News: ખેરાલુ હાઈવે પર દારૂ ભરેલી કારે અકસ્માત સર્જ્યો, બાઈક ચાલકનું મોત, મહિલાને ગંભીર ઈજા પહોંચી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0