Mehsana News : મહેસાણાના કડીમાં પાંજરાપોળમાં વધુ 7 ગાયના મોત, અપૂરતા પાણી અને ઘાસચારાથી ગાયના મોત થયાનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કડીના થોળમાં આવેલી રાધાકૃષ્ણ પાંજરાળોમાં વધુ 7 ગાયના મોત થયા છે, પાંજરાપોળમાં અપૂરતુ પાણી અને ઘાસચારો ગાયોને મળતો નથી અને મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, અગાઉ એટલે કે બે દિવસ પહેલા 20 ગાયના મોત થયા હતા. સુરજ ફેક્ટરીની પાછળ આવેલી આ ખાનગી પાંજરાપોળમાં મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પકડાયેલી ગાયોને રાખવામાં આવતી હતી. પાંજરાપોળમાં એક ફૂટ જેટલો કાદવ-કીચડ અને ગંદકી જોવા મળી હતી.
પાંજરાપોળમાં ગાયો કાદવ કીચડમાં રહેવા મજબૂર બની
કડીના થોળમાં પાંજરાપોળમાં 20થી વધુ ગાયના મોત થયાની ઘટના સામે આવી હતી. પાંજરોપોળમાં પાણી અને ઘાસચારાની અપૂરતી વ્યવસ્થાના આક્ષેપ કરવામાં આવ્યો છે. કાદવ કીચડમાં ગાયને રખાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 20થી વધુ ગાયના મોત થતા ગૌરક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અન્ય 300થી વધુ ગાયને અન્ય સ્થળે ખસેડવામાં આવી છે. ગાયના મોત થતા DYSP, પ્રાંત અધિકારી દોડી આવ્યા છે. જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
ગાયના મોતથી ગૌ રક્ષકોમાં ભારે રોષ
પાંજરાપોળમાંથી અન્ય 300 થી વધુ ગાયોને અન્ય સ્થળે ખસેડવામાં આવી છે. જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ગૌરક્ષકો અને સ્થાનિકોની માગ કરવામાં આવી છે. પાંજરાપોળમાં ગાયો કાદવ કીચડમાં રહેવા મજબૂર બની છે. પાંજરાપોળમાં 20 થી વધુ ગાયોના મોત થતા ગૌરક્ષકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગાયોના મોતમાં જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી થાય તે માટે માગ કરી છે.
What's Your Reaction?






