Mehsana News : કડીના બોરીસણાના ખેતરોમાં કેમિકલયુકત પાણી છોડાતા તલાટીએ ખાનગી કંપનીને ફટકારી નોટિસ

Aug 13, 2025 - 09:30
Mehsana News : કડીના બોરીસણાના ખેતરોમાં કેમિકલયુકત પાણી છોડાતા તલાટીએ ખાનગી કંપનીને ફટકારી નોટિસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કડી તાલુકાના ઔદ્યોગિક વિસ્તારમાં ફરી એકવાર પ્રદૂષિત પાણીની સમસ્યા સામે આવી છે. અહીં મોટા પાયે ઔદ્યોગિકરણ થવાને કારણે કેમિકલયુક્ત ગંદા પાણીનો નિકાલ એક મોટી સમસ્યા બની રહ્યો છે. સમગ્ર મામલે તલાટીએ ખાનગી કંપનીઓને નોટિસ ફટકારી છે.

બોરીસણા ગ્રામ પંચાયતના તલાટીએ બે ખાનગી કંપનીઓને નોટિસ પાઠવી છે

કડી તાલુકાની બોરીસણા ગ્રામ પંચાયતની હદમાં આવેલા કરશનપુરા ગામના ખેડૂતોએ ફરીયાદ કરી હતી કે, સ્થાનિક ખાનગી કંપનીઓ તેમના ઊભા પાકવાળા ખેતરોમાં કેમિકલયુક્ત પાણી છોડી રહી છે. આ ગંદા પાણીથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યું હતું. આ મામલે ખેડૂતોના આક્રોશ અને રજૂઆતો બાદ સરકારી તંત્રએ આખરે પગલાં લીધા છે. કડીના તાલુકા વિકાસ અધિકારીની સૂચનાથી બોરીસણા ગ્રામ પંચાયતના તલાટીએ બે ખાનગી કંપનીઓને નોટિસ પાઠવી છે.

આ નોટિસ કે.પી. પોલિમર્સ અને આલ્પાઈન પોલિમર્સ નામની કંપનીઓને ફટકારવામાં આવી છે

આ ઉપરાંત, આ બંને કંપનીઓ સામે કાર્યવાહી કરવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ જાણ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી કેમિકલયુક્ત ગંદુ પાણી છોડતી કંપનીઓમાં ફફડાટ ફેલાયો છે. બોરીસણા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી કરશનપુરા ગામની ખેતીની જમીનોમાં છેલ્લા કેટલાક સમયથી કેમિકલયુક્ત ગંદા પાણીની સમસ્યા વકરી હતી. ખેડૂતોએ આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નહોતી. ખેડૂતોનો પાક બગડી રહ્યો હતો અને તેમની આજીવિકા જોખમમાં મુકાઈ હતી.

આખરે, ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરતા તંત્રને હરકતમાં આવવાની ફરજ પડી હતી

કડી તાલુકા વિકાસ અધિકારીએ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તેમના નિર્દેશો બાદ બોરીસણા ગ્રામ પંચાયતના તલાટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને પ્રદૂષણ ફેલાવતી કંપનીઓને ઓળખી કાઢવામાં આવી. તપાસ બાદ તલાટીએ કે.પી. પોલિમર્સ અને આલ્પાઈન પોલિમર્સ નામની બે કંપનીઓને કડક નોટિસ ફટકારી છે. આ નોટિસમાં તેમને પ્રદૂષિત પાણીનો નિકાલ તાત્કાલિક બંધ કરવા અને નિયમોનું પાલન કરવા જણાવ્યું છે. આ ઉપરાંત, આ બંને કંપનીઓ સામે આગળની કાર્યવાહી માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ લેખિત જાણ કરવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0