Mehsana LCB પોલીસે ડ્રોનની મદદથી દારૂની ભઠ્ઠીઓ પર પાડ્યા દરોડા

Aug 22, 2026 - 09:30
Mehsana LCB પોલીસે ડ્રોનની મદદથી દારૂની ભઠ્ઠીઓ પર પાડ્યા દરોડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બાદ સમગ્ર રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે ગૃહ વિભાગ દ્વારા આદેશો આપવામાં આવ્યા છે. જેને પગલે મહેસાણા જિલ્લા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. મહેસાણા એલસીબી (LCB) ના પીઆઈ એ.એમ. કામળિયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવીને સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશન ડ્રાઇવની આક્રમક અમલવારી શરૂ કરવામાં આવી છે. પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન કેમેરાની મદદથી અવાવરૂ જગ્યાઓ અને નદી કિનારે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી કાઢી દરોડા પાડ્યા હતા.

દારૂ અંગેના કેસ દાખલ કરી મોટી કાર્યવાહી

મેળવેલી બાતમી અને ડ્રોન સર્વેલન્સના આધારે મહેસાણા એલસીબી પોલીસે છેલ્લા 24 કલાકમાં જ સમગ્ર જિલ્લામાંથી દેશી તેમજ વિદેશી દારૂ અંગેના કુલ 13 જેટલા કેસો દાખલ કર્યા છે. દરોડા દરમિયાન પોલીસે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો 23,600 લીટર જેટલો વિપુલ પ્રમાણમાં વોશ (આથો) ઝડપી પાડી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ ઉપરાંત 190 લીટર તૈયાર દેશી દારૂ અને 247 નંગ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોનો જથ્થો પકડી પાડ્યો હતો.

કુલ રૂ.7.62 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસે દરોડા દરમિયાન દારૂનો જથ્થો, વોશ તથા દારૂની ગેરકાયદેસર હેરાફેરીમાં વપરાતા વાહનો અને સાધન-સામગ્રી સહિત કુલ રૂપિયા 7,62,126નો મુદ્દામાલ ઝડપી લીધો છે. પોલીસે આ પ્રકરણમાં સંકળાયેલા આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધી તેમની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. મહેસાણા એલસીબી પોલીસની આ સપાટાબંધ અને ડ્રોન આધારિત કામગીરીથી જિલ્લાભરના દેશી-વિદેશી દારૂના બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0