Mehsana: મોઢેરા રોડ પર આઇકોનિક રોડના અધૂરા ખોદકામમાં ટ્રકનું ટાયર ફસાયું, વાહનચાલકો અને સ્થાનિકો ત્રાહિમામ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસકામો અને પ્રિમોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ ચિત્ર બતાવી રહી છે. મહેસાણાના ધમધમતા મોઢેરા રોડ પર કિરણ સ્ટોર પાસે આજે મનપાની ઘોર બેદરકારીનો નમૂનો જોવા મળ્યો હતો.અહીં મોઢેરા રોડને 'આઇકોનિક રોડ' બનાવવાની કામગીરી અંતર્ગત અગાઉ મોટું ખોદકામ કરવામાં આવ્યું હતું. જોકે, કામગીરી પૂર્ણ થયા બાદ કે પાઇપલાઇન/ડ્રેનેજ નાખ્યા બાદ તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું સરખું પુરાણ કરવામાં આવ્યું નહોતું.
ટ્રકનું ટાયર ખાડામાં ફસાયું
વરસાદના કારણે ખોદકામ કરેલી જગ્યા પોચી પડી જતાં, ત્યાંથી પસાર થઈ રહેલી એક ભારે માલવાહક ટ્રકનું ટાયર અચાનક રોડના અધૂરા પુરાણમાં ઊંડે સુધી ફસાઈ ગયું હતું.ટ્રકનું ટાયર ધસી જતાં ગાડી એકતરફ નમી ગઈ હતી અને મોઢેરા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આસપાસના વેપારીઓ અને સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.
પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, મહેસાણા મનપા દ્વારા ચોમાસા પહેલા કરાતી પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહે છે. આઇકોનિક રોડ જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં પણ જો આવી અણધડ રીતે ખોદકામ કરીને પુરાણ વગર રસ્તા ખુલ્લા છોડી દેવાતા હોય તો સામાન્ય નાગરિકોની સલામતીનું શું? અવારનવાર નાના-મોટા વાહનો અહીં ફસાતા હોવાથી મોઢેરા રોડ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ત્વરિત યોગ્ય રોડ રિપેરિંગ કરવાની માંગ ઉઠી છે.
આ પણ વાંચો: Banaskantha: થરા-શિહોરી નેશનલ હાઇવે પર ટેન્કર પલટ્યું, તેલ ભરી જવા લોકો ડબ્બા લઈને દોડ્યા!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

