Mehsana મહાનગરપાલિકાનું 938.06 કરોડ રૂપિયાનું પ્રથમ બજેટ રજૂ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
20 ફેબ્રુઆરી 2025એ ગુજરાતનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. ત્યારે મહેસાણા મહાનગરપાલિકાએ પણ તેમનું પ્રથમ બજેટ આજે એટલે કે ગુરૂવારે રજૂ કર્યુ છે, જેમાં અનેક પ્રકારની સુવિધાઓ શહેરીજનોને આપવા માટેની જાહેરાતો કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહેસાણા નગરપાલિકાને રાજ્ય સરકારે મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ મહેસાણા મહાનગરપાલિકા હોલ ખાતે પ્રથમ બજેટ સભા યોજવામાં આવી હતી.
મહેસાણા મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ 938.06 કરોડનું રજૂ કરવામાં આવ્યું
આજે 20 ફેબ્રુઆરીએ મહેસાણા મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ કમિશ્નર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, મહેસાણા મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ 938.06 કરોડનું રજૂ કરવામાં આવ્યું છે. જો કે રાહતની વાત એ છે કે કોઈ પણ પ્રકારના વેરામાં વધારો કરવામાં આવ્યો નથી અને વેરામાં વધારો કર્યા વગર જ રજૂ કરવામાં આવેલા બજેટમાં નગરપાલિકાના બજેટ કરતા 300 ગણા વધારા સાથે રજૂ કરાયું હતું.
શહેરના આ 4 રોડને આઈકોનિક રોડ બનાવવામાં આવશે
જેમાં મહેસાણા શહેરમાં રાધનપુર રોડ, મોઢેરા રોડ, ડેરી રોડ અને બી.કે.સિનેમાથી ગાયત્રી મંદિર સુધીના 4 રોડ શહેરના આઈકોનિક રોડ બનાવવાનો નિર્ણય બજેટમાં કરવામાં આવ્યો છે. આ સાથે જ મહેસાણા મહાનગરપાલિકાની દબાણ કામગીરી સામે સવાલો ઉભા થયા છે, એ સ્થિતિમાં માર્જિનની જગ્યામાં દબાણ દૂર કરવામાં આવી રહ્યા હોવાનું નિવેદન કમિશ્નરે આપ્યું છે.
What's Your Reaction?






