Mehsanaમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો મોટો સપાટો: શોભાસણની ડેરીમાંથી 1280 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો

Jun 15, 2026 - 19:00
Mehsanaમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો મોટો સપાટો: શોભાસણની ડેરીમાંથી 1280 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉનાળાની ઋતુમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં તત્વો સામે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. મહેસાણાના શોભાસણ રોડ પર આવેલી એક ડેરી પ્રોડક્ટ ફેક્ટરીમાં ફૂડ વિભાગની ટીમે ઓપરેશન હાથ ધરીને અંદાજે 1280 કિલો જેટલો અખાદ્ય અને માનવ જીવન માટે જોખમી એવો ખાદ્ય સામગ્રીનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કડક કાર્યવાહીથી ભેળસેળિયા અને અખાદ્ય ચીજો વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ફૂડ ઓફિસર વી.જે. ચૌધરી પોતે તપાસમાં જોડાયા

શોભાસણ રોડ પર આવેલી ‘મેસર્સ સકર ડેરી પ્રોડક્ટ’ નામની ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ હાઈપ્રોફાઈલ રેડમાં મહેસાણાના મુખ્ય ફૂડ ઓફિસર વી.જે. ચૌધરી પોતે સમગ્ર ટીમ સાથે તપાસમાં જોડાયા હતા. ફેક્ટરીમાં કાયદાકીય ધારાધોરણોનું ઉલ્લંઘન કરીને અત્યંત ગંદકી વચ્ચે પ્રોડક્ટ્સ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. ફૂડ વિભાગે સ્થળ પર જ અંદાજે રૂ.58,થી વધુની કિંમતનો અખાદ્ય સામાન જપ્ત કરીને તેનો લાઈવ નાશ કરાવ્યો હતો.

990 કિલો સડેલી કેરી અને કેમિકલયુક્ત પેપ્સી પકડાઈ

કોર્પોરેશનની ટીમે તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી મિલ્ક શેક અને પલ્પ બનાવવા માટે રાખવામાં આવેલી અત્યંત ખરાબ અને સડી ગયેલી 990 કિલો કેરીઓનો જથ્થો નષ્ટ કરાયો હતો. સડેલી કેરીઓમાંથી તૈયાર કરાયેલો અને બજારમાં વેચવા માટે તૈયાર રાખેલો 170 કિલો મિલ્ક શેક ફેંકી દેવાયો હતો. બાળકોમાં લોકપ્રિય એવી પ્લાસ્ટિક પાઉચવાળી પેપ્સીનો 120 કિલો બિનઆરોગ્યપ્રદ જથ્થો પણ નાશ કરાયો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ (નમૂના) લઈને લેબોરેટરી ટેસ્ટિંગ માટે લેબમાં મોકલી આપ્યા છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0