Mehsanaમાં નસબંધી કાંડમાં સૌથી મોટો ખુલાસો, ઓપરેશન માટે અપાતો હતો ટાર્ગેટ !

મહેસાણા નસબંધી કાંડમાં સૌથી મોટો ધડાકો થયો છે જેમાં ટાર્ગેટ આપી નસબંધી કરાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે,આરોગ્ય ખાતાના કર્મચારીઓને ટાર્ગેટ અપાય છે તેવી માહિતી સૂત્રો તરફથી સામે આવી છે.હેલ્થ વર્કરને નસબંધી કરવા માટે મળે છે રૂ. 300 તેમજ MHW વર્કર્સને ઓપરેશન કરાવવા માટે ટાર્ગેટ અપાય છે,સરકારે એક વર્ષમાં 185નો જિલ્લા દીઠ ટાર્ગેટ અપાયો છે.ગાંધીનગરના અડાલજ સામૂહિક કેન્દ્રમાં નસબંધી થઈ હોવાની વાત સામે આવી છે.અધિકારીઓને અપાય છે ટાર્ગેટ NSV પખવાડિયા અંતર્ગત હેલ્થકર્મીઓને અપાયો છે ટાર્ગેટ.132નો ટાર્ગેટ અપાયો છે જેમાં 29 ઓપરેશન પૂરા થયા છે.ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ડો. નિરાલી ગોધાણીએ દાવો કર્યો છે કે,અહીં મહેસાણાનો યુવક આવ્યો હતો જેનું ઓપરેશન થયું છે,અમારું કામ માત્ર ઓપરેશન થિયેટરની વ્યવસ્થા કરવાનું છે,તો આ પ્રકારના ઓપરેશનોની તપાસ થવી જોઈએ માત્ર ૩૦૦ રૂપિયા ની લાલચમાં અપરણિત યુવકને નપુંસનક બનાવી દીધો હોવાની વાત સામે આવી છે.એક વર્ષમાં ૧૮૫નો જિલ્લા દીઠ આપેલો સરકારનો ટાર્ગેટ હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે. અપરણિત યુવકનો ખેલ પાડી દીધો જુલાઈ/ઓગસ્ટમાં 18 નસબંદી કરાઈ છે તો અત્યાર સુધી કુલ 46 નસબંદીના ઓપરેશન કરાયા હોવાની વાત સામે આવી છે,હેલ્થ વર્કર 300, દર્દીને 2200 રૂપિયા મળવા પાત્ર રકમ છે,આ અપરણીત યુવકને 2000 રૂપિયા મળ્યા હોવાની વાત સામે આવી છે,તો દલાલ વચ્ચે 200 રૂપિયા ચાંઉ કરી ગયો હોવાની વાત છે.આ બાબતે જો ઊંડાણ પૂર્વ તપાસ કરવામાં આવે તો મોટુ આંકડાકીય કૌભાંડ બહાર આવી શકે તેવી શકયતાઓ પણ સેવાઈ રહી છે. મજૂરી આપવાના બહાને લઇ ગયા બહુચર્ચિત કિસ્સાની વિગત એવી છે કે, મહેસાણા તાલુકાના નવી શેઢાવી ગામના અપરિણીત 30 વર્ષિય શ્રમજીવી યુવાન ગોવિંદ દંતાણીને ખેતરમાં મજૂરી અપાવવાના બહાને ધનાલી કેન્દ્રનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર શહેજાદ અજમેરી લઇ ગયો હતો. યુવાનને અમદાવાદ નજીક અડાલજ સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને ત્યાં નસબંધી ઓપરેશન કરી દેવાયું.

Mehsanaમાં નસબંધી કાંડમાં સૌથી મોટો ખુલાસો, ઓપરેશન માટે અપાતો હતો ટાર્ગેટ !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણા નસબંધી કાંડમાં સૌથી મોટો ધડાકો થયો છે જેમાં ટાર્ગેટ આપી નસબંધી કરાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે,આરોગ્ય ખાતાના કર્મચારીઓને ટાર્ગેટ અપાય છે તેવી માહિતી સૂત્રો તરફથી સામે આવી છે.હેલ્થ વર્કરને નસબંધી કરવા માટે મળે છે રૂ. 300 તેમજ MHW વર્કર્સને ઓપરેશન કરાવવા માટે ટાર્ગેટ અપાય છે,સરકારે એક વર્ષમાં 185નો જિલ્લા દીઠ ટાર્ગેટ અપાયો છે.ગાંધીનગરના અડાલજ સામૂહિક કેન્દ્રમાં નસબંધી થઈ હોવાની વાત સામે આવી છે.

અધિકારીઓને અપાય છે ટાર્ગેટ

NSV પખવાડિયા અંતર્ગત હેલ્થકર્મીઓને અપાયો છે ટાર્ગેટ.132નો ટાર્ગેટ અપાયો છે જેમાં 29 ઓપરેશન પૂરા થયા છે.ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ડો. નિરાલી ગોધાણીએ દાવો કર્યો છે કે,અહીં મહેસાણાનો યુવક આવ્યો હતો જેનું ઓપરેશન થયું છે,અમારું કામ માત્ર ઓપરેશન થિયેટરની વ્યવસ્થા કરવાનું છે,તો આ પ્રકારના ઓપરેશનોની તપાસ થવી જોઈએ માત્ર ૩૦૦ રૂપિયા ની લાલચમાં અપરણિત યુવકને નપુંસનક બનાવી દીધો હોવાની વાત સામે આવી છે.એક વર્ષમાં ૧૮૫નો જિલ્લા દીઠ આપેલો સરકારનો ટાર્ગેટ હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે.

અપરણિત યુવકનો ખેલ પાડી દીધો

જુલાઈ/ઓગસ્ટમાં 18 નસબંદી કરાઈ છે તો અત્યાર સુધી કુલ 46 નસબંદીના ઓપરેશન કરાયા હોવાની વાત સામે આવી છે,હેલ્થ વર્કર 300, દર્દીને 2200 રૂપિયા મળવા પાત્ર રકમ છે,આ અપરણીત યુવકને 2000 રૂપિયા મળ્યા હોવાની વાત સામે આવી છે,તો દલાલ વચ્ચે 200 રૂપિયા ચાંઉ કરી ગયો હોવાની વાત છે.આ બાબતે જો ઊંડાણ પૂર્વ તપાસ કરવામાં આવે તો મોટુ આંકડાકીય કૌભાંડ બહાર આવી શકે તેવી શકયતાઓ પણ સેવાઈ રહી છે.

મજૂરી આપવાના બહાને લઇ ગયા

બહુચર્ચિત કિસ્સાની વિગત એવી છે કે, મહેસાણા તાલુકાના નવી શેઢાવી ગામના અપરિણીત 30 વર્ષિય શ્રમજીવી યુવાન ગોવિંદ દંતાણીને ખેતરમાં મજૂરી અપાવવાના બહાને ધનાલી કેન્દ્રનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર શહેજાદ અજમેરી લઇ ગયો હતો. યુવાનને અમદાવાદ નજીક અડાલજ સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને ત્યાં નસબંધી ઓપરેશન કરી દેવાયું.