Mehsanaના બહુચરાજીમાં સ્કૂલવાનમાં આગ લાગતા વિધાર્થીઓને નીચે ઉતાર્યા,બજારમાં મચી ધોડધામ

મહેસાણાના બહુચરાજીમાં સ્કૂલવાનમાં અચાનક લાગી આગ બાળકોને લઈને જતી સ્કૂલવાનમાં આગ લાગતા મચી અફરાતફરી સ્કૂલવાનને થોભાવી બાળકોને ઉતારી દેવાયા મહેસાણાના બહુચરાજીમાં આજે સવારે અચાનક સ્કૂલવાનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી,બાળકોને વેનમાં ભરીને સ્કૂલે મુકવા વેન જઈ રહી હતી તે દરમિયાન અચાનક આગ લાગતા બાળકોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.પ્રાથમિક ધોરણે આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું સામે આવ્યુ છે. ઘટનામાં કોઈ જાનહાની નહી સમગ્ર ઘટનામાં વેનમાંથી બાળકોની સહી સલામત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.વાહનોની સ્કૂલબેગ પણ તેમને સોંપવામાં આવી હતી,ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતુ,તો બીજી તરફ બજારમાં લોકોના ટોળા ઉમટયા હતા.ઘટનામાં કોઈ જાનહાની ના થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વેપારીઓની મદદથી આગ બુઝાઈ બહુચરાજી પોસ્ટ ઓફિસની પાછળ પ્રહલાદ બજાર આગળ ખાનગી સ્કૂલવાનમાં બેટરીમાં સ્પાર્ક થતાં આગ લાગી હતી. આ ઘટનાને પગલે આજુબાજુથી દોડી આવેલા વેપારીઓએ બાળકોને નીચે ઉતારી લઇ આગ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં એક શિક્ષકે ફાયર એસ્ટિંગ્યુશરની મદદથી ઓલવી દીધી હતી. વેપારીઓ સહિતની સમય સૂચકતાથી દુર્ઘટના બનતાં અટકી હતી. અમદાવાદની શાંતિ એશિયાટીકમાં લાગી હતી આગ રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ ગુજરાત ભરમાં ફાયર એનોસી અને બીયુ પરમિશનને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. જે એકમો પાસે ફાયર એનોસી ન હોય તેવા એકમોને સીલ કરવામાં આવ્યા હતા. છતા પણ અનેક જગ્યાએ આગ લાગવાની ઘટના જોવા મળે છે. ત્યારે અમદાવાદના શેલા ખાતે આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ લાગવાની ઘટના બની હતી. એક મહિના અગાઉ જામનગરમાં પણ વેનમાં લાગી હતી આગ જામનગરની એન.વી.એન. સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી GJ 10 DJ 1846 નંબરની સ્કૂલવાનમાં બપોરના સમયે વિદ્યાર્થીઓને શાળાએ લઈ જવામાં આવતા હતા. આ દરમિયાન બેડેશ્વર વિસ્તારમાં વજન કાંટા પાસે સીએનજી ગેસ કીટમાં આગ શરૂ થઈ હતી અને સૌ પ્રથમ ધુમાડા દેખાયા હતા. જેથી સ્કૂલ વેનના ચાલકે વેન ઉભી રાખીને તેમાંથી તમામ વિધાર્થીઓને બહાર કાઢી લીધા હતા.

Mehsanaના બહુચરાજીમાં સ્કૂલવાનમાં આગ લાગતા વિધાર્થીઓને નીચે ઉતાર્યા,બજારમાં મચી ધોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહેસાણાના બહુચરાજીમાં સ્કૂલવાનમાં અચાનક લાગી આગ
  • બાળકોને લઈને જતી સ્કૂલવાનમાં આગ લાગતા મચી અફરાતફરી
  • સ્કૂલવાનને થોભાવી બાળકોને ઉતારી દેવાયા

મહેસાણાના બહુચરાજીમાં આજે સવારે અચાનક સ્કૂલવાનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી,બાળકોને વેનમાં ભરીને સ્કૂલે મુકવા વેન જઈ રહી હતી તે દરમિયાન અચાનક આગ લાગતા બાળકોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.પ્રાથમિક ધોરણે આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું સામે આવ્યુ છે.

ઘટનામાં કોઈ જાનહાની નહી

સમગ્ર ઘટનામાં વેનમાંથી બાળકોની સહી સલામત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.વાહનોની સ્કૂલબેગ પણ તેમને સોંપવામાં આવી હતી,ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતુ,તો બીજી તરફ બજારમાં લોકોના ટોળા ઉમટયા હતા.ઘટનામાં કોઈ જાનહાની ના થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


વેપારીઓની મદદથી આગ બુઝાઈ

બહુચરાજી પોસ્ટ ઓફિસની પાછળ પ્રહલાદ બજાર આગળ ખાનગી સ્કૂલવાનમાં બેટરીમાં સ્પાર્ક થતાં આગ લાગી હતી. આ ઘટનાને પગલે આજુબાજુથી દોડી આવેલા વેપારીઓએ બાળકોને નીચે ઉતારી લઇ આગ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં એક શિક્ષકે ફાયર એસ્ટિંગ્યુશરની મદદથી ઓલવી દીધી હતી. વેપારીઓ સહિતની સમય સૂચકતાથી દુર્ઘટના બનતાં અટકી હતી.

અમદાવાદની શાંતિ એશિયાટીકમાં લાગી હતી આગ

રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ ગુજરાત ભરમાં ફાયર એનોસી અને બીયુ પરમિશનને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. જે એકમો પાસે ફાયર એનોસી ન હોય તેવા એકમોને સીલ કરવામાં આવ્યા હતા. છતા પણ અનેક જગ્યાએ આગ લાગવાની ઘટના જોવા મળે છે. ત્યારે અમદાવાદના શેલા ખાતે આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ લાગવાની ઘટના બની હતી.

એક મહિના અગાઉ જામનગરમાં પણ વેનમાં લાગી હતી આગ

જામનગરની એન.વી.એન. સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી GJ 10 DJ 1846 નંબરની સ્કૂલવાનમાં બપોરના સમયે વિદ્યાર્થીઓને શાળાએ લઈ જવામાં આવતા હતા. આ દરમિયાન બેડેશ્વર વિસ્તારમાં વજન કાંટા પાસે સીએનજી ગેસ કીટમાં આગ શરૂ થઈ હતી અને સૌ પ્રથમ ધુમાડા દેખાયા હતા. જેથી સ્કૂલ વેનના ચાલકે વેન ઉભી રાખીને તેમાંથી તમામ વિધાર્થીઓને બહાર કાઢી લીધા હતા.